<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

"ચંદા કોચરના એકાઉન્ટમાંથી તમારા બેંક એકાઉન્ટમાં કમિશનના રૂ.૨૩ કરોડ આવ્યા છે - અમારી એક ટીમ તમારી ધરપકડ કરવા આવી રહી છે" : સાયબર ક્રિમિનલોએ હવે ન્યુઝ જોઈને લોકોને છેતરવાનું શરૂ કર્યું

સાયન : સાઈબર છેતરપિંડી કરતા ગઠિયાઓ દર વખતે નવી નવી પદ્ધતિથી લોકોને છેતરતા હોય છે. તેઓ હવે સમાચારો જોઈ હાઈ પ્રોફાઈલ કેસોની માહિતી લઈને લોકોને એવા કેસમાં તેમની સંડોવણી હોવાનું કહીને ધરપકડ કરવાની ધમકી આપી છેતરપિંડી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સાયનમાં રહેતી ૨૮ વર્ષની યુવતીને અજાણ્યા યુવાને ફોન કરી આઈસીઆઈસીઆઈ બેંકના ચંદા કોચરે કરેલી છેતરપિંડીમાં તમારી પણ સંડોવણી છે એમ કહી, તમારી પણ ધરપકડ કરવામાં આવશે એમ ડરાવીને રૂ.૧૪ લાખ સાઈબર છેતરપિંડીથી પડાવી લીધા હોવાની ફરિયાદ સેન્ટ્રલ સાઈબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ચંદા કોચરના એકાઉન્ટમાંથી તમારા બેંક એકાઉન્ટમાં કમિશનના રૂ.૨૩ કરોડ આવ્યા છે. અમારી એક ટીમ તમારી ધરપકડ કરવા આવી રહી છે, તેમ કહીને તે યુવતીને ધમકાવવામાં આવી હતી.

(1:09 AM IST)