<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

મુઝફ્ફરપુરના જેતપુરમાં સાંસદ વીણા દેવીના જવાનજોધ દીકરા રાહુલ રાજ ઉર્ફે છોટુ સિંહનું એક્સિડન્ટમાં મોત

પુત્રના અકાળે મોત બાદ વીણા દેવીના પરિવારમાં ભારે શોક છવાયો

નવી દિલ્હી:  બિહારના વૈશાલીના લોક જનશક્તિ પાર્ટીના મહિલા સાંસદ વીણા દેવીના પરિવારમાં માતમ છવાયો છે. સોમવારે મોડી સાંજે મુઝફ્ફરપુરના જેતપુરમાં સાંસદ વીણા દેવીના પુત્ર રાહુલ રાજ ઉર્ફે છોટુ સિંહની બુલેટ સાથે અજાણ્યા વાહનની ટક્કર થઈ હતી જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ રાજનીતિમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીણા દેવી બિહારના વૈશાલીથી લોક જનશક્તિ પાર્ટીના સાંસદ છે.

તેમને એક જ પુત્ર હોવાનું પણ કહેવાય છે. પુત્રના અકાળે મોત બાદ વીણા દેવીના પરિવારમાં ભારે શોક છવાયો હતો. ઘરમાં ભારે રોકકળ મચી હતી, સહુ કોઈની આંખો ભીની હતી.

(12:55 AM IST)