<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

અરજીમાં દર્શાવેલા તથ્‍યોની તપાસ કરવી જરૂરી છે : કોર્ટ

જમીન કૌભાંડમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ઝટકો : તપાસ પર રોક લગાવવા હાઈકોર્ટનો ઈનકાર

નવી દિલ્‍હી તા. ૨૪ : કર્ણાટકના મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયાને MUDA લેન્‍ડ સ્‍કેમમાં હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્‍યો છે. આ કેસમાં હાઇકોર્ટે ગવર્નર વિરૂદ્ધ તેમની અરજીને ફગાવી છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે ‘આ અરજીમાં દર્શાવેલા તથ્‍યોની તપાસ કરવી જરૂરી છે. આ કારણસર અમે અરજી ફગાવી રહ્યા છીએ.'

જો કે આ મુદ્દો એક જમીનના ટુકડાનો છે, જેની સાઇઝ ૩.૧૪ એકર છે, જે સિદ્ધારમૈયાની પત્‍ની પાર્વતીના નામે છે. ભાજપ આ મુદ્દાને લઇને મુખ્‍યમંત્રી અને તેમની સરકાર પર સતત હુમલા થાય છે અને તેમને સીએમ સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં તેમના રાજીનામાની માંગ કરી છે. આ મામલે કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત સિદ્ધારમૈયા વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી ચૂક્‍યા છે. આ નિર્ણયને સિદ્ધારમૈયાએ કોર્ટમાં પડકાર્યો હતો.ᅠબીજી તરફ સિદ્ધારમૈયા અત્‍યાર સુધી આ બધા આરોપોને નકારતાં રહ્યા છે. તેમણે રાજયપાલના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્‍યો. ત્‍યારબાદ તેમણે રાજયપાલના ફેંસલાને કાયદાકીય પડકાર ફેંકતાં કોર્ટની શરણે ગયા હતા. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે ‘રાજયપાલ સરકારને સહન કરી શકતા નથી. તેથી સરકારને ગમે તેમ કરીને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.'મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટીને શોર્ટ ફોર્મમાં MUDA કહે છે. મૈસૂર શહેરના વિકાસ કાર્યો માટે ઓટોનોમસ બોડી છે. જમીનોના અધિગ્રહણ અને ફાળવણીના કામની જવાબદારી ઓથોરિટીની જ હોય છે, એટલા માટે MUDAનું નામ આ કેસમાં શરૂઆતથી (૨૦૦૪) જ જોડાયેલું છે. આ કેસ MUDA દ્વારા તે સમયે વળતના રૂપમાં જમીનના ટુકડાની ફાળવણી સાથે સંકળાયેલો છે, જયારે સિદ્ધારમૈયા મુખ્‍યમંત્રી હતા. સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્‍યો છે કે આ પ્રક્રિયામાં અનિમિતતાઓ સર્જાઇ છે. તેનાથી સરકારી ખજાનાને કરોડોનું નુકસાન થયું છે. આ મામલે MUDA અને મહેસૂલ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓના નામ પણ સામે આવ્‍યા છે.

 

(3:29 PM IST)