તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
એશિયાનો ત્રીજો સુપરપાવર દેશ બન્યો ભારત, રશિયા અને જાપાન રહી ગયા પાછળ, જાણો પાકિસ્તાન કયા સ્થાને ભારતે બતાવી પોતાનાની તાકાત સમગ્ર એશિયાનો બન્યો ત્રીજો સુપરપાવર દેશ
ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 39.1 છે, જ્યારે જાપાન 38.9ના સ્કોર સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. ઉપરાંત આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાન ભારતથી ખૂબ પાછળ જોવા મળી રહ્યો છે

નવી દિલ્હીઃ ભારતની તાકાત સમગ્ર વિશ્વ સ્વીકારે છે. આ વાતના પુરાવા તાજેતરમાં આવેલી એક રિપોર્ટમાં મળી આવ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક લોવી દ્વારા જાહેર કરાયેલી એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત, અમેરિકા અને ચીન બાદ ત્રીજો સુપરપાવર દેશ બની ગયો છે. આ રેન્કિંગમાં ભારતે રશિયા અને જાપાન જેવા દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 39.1 છે, જ્યારે જાપાન 38.9ના સ્કોર સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. ઉપરાંત આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાન ભારતથી ખૂબ પાછળ જોવા મળી રહ્યો છે.
લોવી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે, એશિયામાં શક્તિ સંતુલન હજુ પણ અમેરિકા અને ચીનના હાથમાં છે પરંતુ ભવિષ્યમાં ભારત આ સ્થિતિ બદલી શકે છે. બીજી તરફ, ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ સતત ચાલુ છે, પરંતુ તેની શક્તિ સ્થિર થઈ ગઈ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ચીનની શક્તિ ન વધી રહી છે કે ન ઘટી રહી છે. જ્યારે અમેરિકા તાકાત મામલે હજુ પણ આઠમાંથી છ ક્ષેત્રોમાં આગળ છે. ઉપરાંત ભારતની સ્થિતિમાં પણ મોટો સુધાર થયો છે.
આ રિપોર્ટમાં 81.7ના સ્કોર સાથે અમેરિકા પહેલા ક્રમે છે. જે પછી 72.7 સ્કોર સાથે ચીન બીજા ક્રમે, ભારત 39.1 સ્કોર સાથે ત્રીજા ક્રમે, 38.9 સ્કોર સાથે જાપાન ચોથા ક્રમે, પાંચમા ક્રમે 31.9 સ્કોર સાથે ઓસ્ટ્રેલિયા છે. આ યાદીમાં રશિયા 31.1 સ્કોર સાથે એક સ્થાન નીચે ગગડી છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. જ્યારે 14.6 સ્કોર સાથે પાકિસ્તાન આ યાદીમાં 16મા સ્થાને છે.
એજન્સી મુજબ, ભારતની વધતી તાકાતનો મુખ્ય આધાર તેની વિશાળ જનસંખ્યા અને ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઇન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંસાધનોના સંદર્ભમાં ભારતના સ્કોરમાં 8.2 પોઇન્ટનો વધારો થયો છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
