News of Wednesday, 25th September 2024
ઝઘડા મોટી ઉંમરે પણ થાય : ૭૫-૮૦ વર્ષનાં દંપતિ વચ્ચે ભરણપોષણની લડાઇ
કેસ જોઇ હાઇકોર્ટની ટિપ્પણી... કળિયુગ છે ભાઇ

પ્રયાગરાજ, તા.૨૫: અલાહાબાદ હાઈકોર્ટે ગુજારા ભથ્થા માટે વળદ્ધ દંપતી વચ્ચેના મુકદ્દમા પર ટિપ્પણી કરતા કહ્યું કે એવું લાગે છે કે કળિયુગ આવી ગયો છે. ભરણપોષણ ભથ્થું મેળવવા માટે ૭૫-૮૦ વર્ષના પતિ-પત્ની એકબીજા સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.
જો કે, કોર્ટે પતિની અરજી પર પત્નીને નોટિસ જારી કરી છે અને કહ્યું છે કે આશા છે કે બંને આગામી તારીખે સમજૂતી પર આવશે. જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીએ અલીગઢના મુનેશ કુમાર ગુપગુટાની અરજી પર આ આદેશ આપ્યો છે. અલીગઢના એક વળદ્ધ નિવાસી મુનેશ કુમાર ગુપગુટાએ આ અરજી ઘ્શ્વભ્ઘ્ની કલમ ૧૨૫ હેઠળ ફેમિલી કોર્ટના આદેશની માન્યતાને પડકારતી કરી છે.
મુનેશ ગુપ્તાની પત્નીએ તેમની પાસે ભરણપોષણની માંગણી કરી હતી અને ફેમિલી કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પતિએ આદેશને પડકાર્યો હતો અને પત્નીને નોટિસ જારી કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે તેને આશા છે કે તેઓ સુનાવણીની આગામી તારીખ સુધીમાં કરાર પર પહોંચી જશે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
