તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 25th September 2024
સોનામાં વધુ ૩૦૦ રૂા.નો ઉછાળોઃ ભાવ ૭૭,૬૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ચાંદીમાં ૧પ૦૦ રૂા.નો ભાવવધારો થતા ભાવ ૯૩૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., રપઃ બુલીયન માર્કેટમાં સોનાના ભાવમાં ફરી તેજીનો દોર શરૂ થતા ભાવો રોજબરોજ નવી સપાટી સર કરી રહયા છે. આજે વધુ ૩૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવ ૭૭૬૦૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. સોનાની સાથે ચાંદીમાં પણ ૧પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૩૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ ૧૦ ગ્રામના ભાવ ૭૭૩૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૭૭૬૦૦ રૂપીયાની નવી સપાટી સર કરી છે. સોનાના બિસ્કીટમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો થતા બિસ્કીટના ભાવ ૭,૭૩,૦૦૦ રૂા. હતા તે વધીને ૭,૭૬,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાના ભાવે થોડા સમય પહેલા ૭૭૦૦૦ ની ઐતિહાસીક સપાટી બનાવ્યા બાદ ભાવો ઘટયા હતા. એક તબક્કે સોનાના ભાવ ઘટીને ૭૧૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બાદમાં ક્રમશઃ ઉછાળો થયો હતો. અને છેલ્લા બે દિ'માં તેજીને પગલે સોનાના ભાવે નવી ટોચની સપાટી બનાવી છે.
સોનાની સાથે ચાંદીમાં ૧પ૦૦ રૂા.નો ભાવવધારો થતા ચાદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૧,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૯૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
