News of Wednesday, 25th September 2024
આશા છે કે રાહુલ ગાંધી જમ્મુમાં ધ્યાન કેન્દ્રિત કરશે, કારણકે કોંગ્રેસે કાશ્મીરમાં કોઈ કામ કર્યા નથી
શુ ઓમર અબ્દુલ્લા રાહુલ ગાંધી થી નારાજ છે ?

નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા જેઓ પોતાના પરિવારના ગઢ ગંદેરબલથી ચૂંટણી લડી રહ્યા છે. તાજેતરમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન ઓમર અબ્દુલ્લાએ પોતાના સહયોગી કોંગ્રેસ પાર્ટી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ઓમર અબ્દુલ્લા કોંગ્રેસથી ખૂબ નારાજ
કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લા ની પાર્ટીને સહયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સમાચાર મળી રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કોંગ્રેસથી ખૂબ નારાજ છે. આજે તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ છોડ્યા નથી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમને આશા છે કે રાહુલ ગાંધી જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે કોંગ્રેસે કાશ્મીરમાં કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં 2-3 બેઠકો પર પ્રચાર કર્યો હતો. અમને લાગ્યું કે હવે તે જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસે કાશ્મીરમાં જે કર્યું તે જરૂરી નથી, પરંતુ જમ્મુમાં જે કર્યું તેની અસર પડશે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસે જમ્મુમાં અમારી અપેક્ષા મુજબ કંઈ કર્યું નથી.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન સારું રહ્યું. અમે બીજા તબક્કામાં પણ જીતની આશા રાખીએ છીએ. જણાવી દઈએ કે ઓમર અબ્દુલ્લા બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યાા છે. તેઓ ગંદેરબલ અને બડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બંને સીટો પર PDP સહિત ઘણા ઉમેદવારોએ તેમને ટક્કર આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે ઓમર અબ્દુલ્લાની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે ત્યારે મહેબૂબા મુફ્તીની પાર્ટી PDP એ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આજે બે તબક્કાનું મતદાન પૂર્ણ થશે. રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 90 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
