News of Wednesday, 25th September 2024
700 ખેડૂતોના મોત થયા પછી પણ ભાજપનું મન ભરાયું નથી રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કંગનાના નિવદેનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરવાની સાથે જવાબો માંગ્યા છે. રાહુલે આજે કહ્યું કે, '700 ખેડૂતોના જીવ ગયા પછી પણ ભાજપનું મન ભરાયું નથી. વડાપ્રદાન મોદીએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.'
700થી વધુ ખેડૂતોના મોત પછી પણ ભાજપવાળાનું મન ભરાયું નથી
રાહુલે કહ્યું કે, 'સરકારની નીતિ કોણ તૈયાર કરી રહ્યું છે, એક ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી? હરિયાણા અને પંજાબના સહિતના 700થી વધુ ખેડૂતોના મોત પછી પણ ભાજપવાળાનું મન ભરાયું નથી. I.N.D.I.A ગઠબંધન અમારા અન્નદાતાઓના વિરુદ્ધમાં ભાજપનું કોઈ ષડયંત્ર સફળ થવા નહીં દે. જો ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે કોઈ પગલું ભરવામાં આવશે તો મોદીજીએ ફરીથી માફી માંગવી પડશે.'
કંગના રનૌતે કહ્યું હતું કે, 'ખેડૂતો ભારતની પ્રગતિના આધારસ્તંભ છે. તેમણે માત્ર અમુક રાજ્યોમાં જ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. હું હાથ જોડીને અપીલ કરું છું કે, ખેડૂતોના હિતમાં આ કૃષિ કાયદાઓ પાછા લાવવા જોઈએ. 2021 માં રદ કરાયેલા કૃષિ કાયદાને પાછા લાવવાની માંગ કરતાં ભાજપ સાંસદે નિવેદન પાછું ખેંચતા કહ્યું કે, 'આ તેમના 'વ્યક્તિગત' મંતવ્યો હોવાથી પાર્ટીના વલણને પ્રદર્શિત કરતાં નથી
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
