તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
50 કિ. મી. ની ઝડપે ફૂંકાય રહેલ જોરદાર પવન : ગર્જના કરતા વાદળો : ટ્રેનો અને વિમાનો પર બ્રેક : મુંબઈમાં રેડ એલર્ટ : જુઓ આ 10 ડરામણા વીડિયો
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ઘણા વિસ્તારો કમર સુધી પાણીમાં ગરકાવ છે. ટ્રેન અને ફ્લાઈટ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. પાણી ભરાવાને લઈને ઘણા વીડિયો સામે આવ્યા છે, જેના માંથી લોકો પસાર થઈ રહ્યા છે.

मुंबई में बारिश बरपा रही कहर#MumbaiRain pic.twitter.com/6UcVRyJcAx
— Rakesh chaudhari (@Rakeshchau58578) September 25, 2024
मुंबई में जमकर बरस रहे बादल#MumbaiRain pic.twitter.com/VcwE4WVtdK
— Rakesh chaudhari (@Rakeshchau58578) September 25, 2024
મુંબઈ : મુંબઈમાં બુધવારે સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે. મુંબઈ થોડા જ કલાકોમાં વરસાદથી ભીંજાઈ ગયું. અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. લોકો કમર-ઊંડા પાણીમાંથી એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા છે. લોકલ ટ્રેન અને પ્લેનમાં પણ બ્રેક લાગી હતી. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જુઓ આ 10 ડરામણા વીડિયો.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, પાલઘર અને સતારા સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે તોફાન, વીજળી અને ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ રેડ એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી કેટલાક કલાકોમાં વિવિધ વિસ્તારોમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ્સ ખોરવાઈ ગઈ છે. આ પહેલા ઈન્ડિગોની ફ્લાઈટને પવનના સૂસવાટાના કારણે લેન્ડિંગ કરતા અટકાવવામાં આવી હતી અને તેને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 7 પ્લેન પરત ફર્યા છે અને 2 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરલાઇનની વેબસાઇટ પર ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરતા રહે.
મુશળધાર વરસાદને કારણે મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્કને પણ અસર થઈ છે. કુર્લા, ભાંડુપ અને વિક્રોલીમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મધ્ય રેલવે (CR) લાઇન પર લોકલ દોડાવવામાં એક કલાકનો વિલંબ થયો હતો. મુસાફરોને કહેવામાં આવ્યું છે કે લોકલ ટ્રેનો નાહુર, કાંજુરમાર્ગ અને વિદ્યાવિહાર સ્ટેશનો પર રોકાશે નહીં. વેસ્ટર્ન લાઇન પરની લોકલ કેન્સલ થવા લાગી છે, જેના કારણે ચર્ચગેટ અને અન્ય સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 થી 3 દિવસમાં મુંબઈ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. IMD ની આગાહી મુજબ, વરસાદ 64.5 mm થી 204.4 mm ની વચ્ચે હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 204.5 મીમીથી વધુ ભારે વરસાદની સંભાવના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
