હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇલોન મસ્ક મેલોનીની આંખોમાં જોતા જોવા મળ્યા : જાણો ડેટિંગના પ્રશ્નનો શુ આપ્યો જવાબ!: જુઓ વિડિઓ
ઈલોન મસ્ક અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ : તેમની ડેટિંગની અફવાઓ ઉડી : મસ્કએ એક એવોર્ડ સમારોહમાં મેલોનીની પ્રશંસા કરી હતી, જે પછી આ ફોટો વાયરલ થયો

Grazie Elon pic.twitter.com/NgHchWLUtB
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 24, 2024
ન્યુયોર્ક : અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની એક તસવીર વાયરલ થઈ છે. આમાં બંને એકબીજાની આંખોમાં જોતા જોઈ શકાય છે. તસવીર જોઈને સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે બંને ડેટિંગ કરી રહ્યાં છે.
મંગળવારે ન્યૂયોર્કમાં એક એવોર્ડ સમારોહમાં મસ્કે મેલોનીની પ્રશંસા કરી હતી, જેમાં તેણી ને મસ્કે "પ્રામાણિક અને સત્યવાદી" તરીકે સંબોધી હતી. મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ અર્પણ કરતી વખતે, મસ્કએ કહ્યું કે તે બહારથી સુંદર છે, તેના કરતાં અંદરથી વધુ સુંદર છે.
મસ્કે કહ્યું, "જ્યોર્જિયા મેલોની એવી વ્યક્તિ છે જેની હું પ્રશંસા કરું છું. તેણે ઇટાલીના પીએમ તરીકે અવિશ્વસનીય કામ કર્યું છે. તે એક અધિકૃત, પ્રામાણિક અને સાચા વ્યક્તિ છે. રાજકારણીઓ વિશે આ હંમેશા કહી શકાય નહીં."
મેલોનીએ તેના X એકાઉન્ટ પર તેની પ્રશંસા બદલ મસ્કનો આભાર માન્યો. આ પછી ટેસ્લા ફેન ક્લબે X પર મસ્ક અને મેલોનીની તસવીર પોસ્ટ કરી. લખ્યું, "શું તમને લાગે છે કે તેઓ ડેટ કરશે?" મસ્કે જવાબ આપ્યો, "અમે ડેટિંગ નથી કરી રહ્યા".
તમને જણાવી દઈએ કે એટલાન્ટિક કાઉન્સિલે ઈટાલીના પીએમ મેલોનીને "યુરોપિયન યુનિયન પ્રત્યેના મજબૂત સમર્થન અને ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા બદલ" સન્માનિત કર્યા છે. મેલોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્ક આવી હતી. આ બેઠકમાં 190 થી વધુ દેશોના નેતાઓએ ભાગ લીધો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
