News of Thursday, 26th September 2024
જે પાર્ટીનો એક ધારાસભ્ય પણ હોય તો તે મુખ્યમંત્રી બનવા માગણી કરી શકે છે: પરંતુ હું મહારાષ્ટ્ર ભાજપનો નેતા છું, અમારી પાર્ટીમાં સંસદીય બોર્ડ નક્કી કરે છે કે મુખ્યમંત્રી કોણ બનશે: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: હજી તો એક દિવસ પહેલા જ, ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ મુંબઈના મંચ પર, મહારાષ્ટ્ર સરકારના ડેપ્યુટી સીએમ અજીતદાદા - શ્રી અજિત પવારે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. અજીતદાદાએ કહ્યું હતું કે તેઓ સીએમ બનવા માંગે છે.
આજે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના બીજા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ એ જ મંચ પર ઉપસ્થિત હતા. શ્રી દેવેન્દ્ર ફડણવીસને અજિત પવારના મુખ્યમંત્રી પદના દાવા વિશે પૂછવામાં આવ્યું હતું.
આ સવાલ પર મહારાષ્ટ્ર બીજેપીના સૌથી મોટા ચહેરા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જે પાર્ટીનો એક ધારાસભ્ય પણ હોય તો તે મુખ્યમંત્રી બનવા માગણી કરી શકે છે.
મહાયુતિની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્ન પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મારી પાસે આનો જવાબ આપવાની ક્ષમતા નથી.
તેમણે કહ્યું કે અજિત પવાર તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમની પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ તેમની પાર્ટીનું સ્ટેન્ડ જણાવી શકે છે પરંતુ હું મહારાષ્ટ્ર ભાજપનો નેતા છું, અમારી પાર્ટીમાં સંસદીય બોર્ડ નક્કી કરે છે કે મુખ્યમંત્રી કોણ બનશે.
રોટેશનલ સીએમના સવાલ પર તેમણે કહ્યું કે આવું કંઈ થતું નથી.
લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ૧૨૬ વિધાનસભા મતવિસ્તારોમાં બઢત મળી હતી. ભૂતકાળના રેકોર્ડ દર્શાવે છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ઘટે છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો અભિમન્યુ મુશ્કેલીમાં છે.
આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી ભાજપ હશે અને સૌથી મોટું ગઠબંધન મહાયુતિ હશે. અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવીશું.
શ્રી ઉદ્ધવ ઠાકરે સાથેની દુશ્મનાવટ અંગેના પ્રશ્ન પર ફડણવીસે કહ્યું કે તે પણ રહેશે, અમે પણ રહીશું. તેમણે કહ્યું કે જનતા સિવાય કોઈ કોઈને ખતમ કરી શકે નહીં.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
