<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘીનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવાના મામલા બાદ ઈન્દોરમાં નકલી ઘીનો મામલો સામે આવ્યોઃ પાંચ હજાર લીટર નકલી ઘી ઝડપાયું

નકલી ઘી જપ્ત, સુગંધ માટે કેમિકલનો ઉપયોગ થતો હતોઃ નકલી ઘી લીવર અને હાર્ટને અસર કરે છેઃ આરોપીઓએ છેલ્લા ત્રણ મહિનામાં 10,000 લીટર નકલી ઘીનું વેચાણ કર્યું હતું

નવી દિલ્‍હીઃ તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘીનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવાના મામલા બાદ ઈન્દોરમાં નકલી ઘીનો મામલો સામે આવ્યો છે. અહીં પામ ઓઈલનો ઉપયોગ નકલી ઘી બનાવવા માટે થતો હતો. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ગુરુવારે મોટી કાર્યવાહી કરી અને 5.5 હજાર લિટર નકલી ઘી જપ્ત કર્યું. તેઓ રાજસ્થાનના બુંદીમાંથી તેનું રિપેકીંગ અને વેચાણ કરતા હતા, જેથી વાસ્તવિક અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય.
આરોપીઓએ જણાવ્યું કે છેલ્લા 3 મહિનામાં શહેરની દુકાનોમાં અંદાજે 10 હજાર લીટર નકલી ઘીનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુરુવારની કાર્યવાહીને રાજ્યની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે. ગુરુવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમે વીર સાવરકર નગર સ્થિત સની એન્ટરપ્રાઈઝ પર દરોડા પાડ્યા હતા. અહીંથી લગભગ 5.5 હજાર લીટર નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. ઓપરેટર સન્ની પરમારને છૂટક અને જથ્થાબંધ માટેનું લાઇસન્સ મળ્યું હતું, પરંતુ તે પોતાને ઘી ઉત્પાદક ગણાવીને નકલી ઘી વેચતો હતો.

(10:40 PM IST)