<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં Jio વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણી અને મરે ઓચિનક્લોસે Jio-bpના 500માં EV ચાર્જિંગ સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન

ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનોના સૌથી મોટા નેટવર્ક અને EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી ઝડપી વૃદ્ધિ સાથે, Jio-bp લાખો ભારતીયોને નવીન ડિજિટલ ચાર્જિંગ સોલ્યુશન પ્રદાન કરશેઃ અનંત અંબાણી

નવી ‌‌દિલ્‍હીઃ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડિરેક્ટર અનંત અંબાણી અને bp CEO મુરે ઓચિનક્લોસે ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ નેટવર્કને વિસ્તારવા માટે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં Jio વર્લ્ડ સેન્ટર ખાતે Jio-bpના 500મા EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ સ્ટેશન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરની મુલાકાત લેનારા લોકોને અનુકૂળ EV ચાર્જિંગ સુવિધાઓ પ્રદાન કરશે.
આ પ્રસંગે Jio-bpએ સમગ્ર ભારતમાં 5,000 EV ચાર્જિંગ પોઈન્ટની સ્થાપના પૂર્ણ કરવાની જાહેરાત કરી. Jio-bpનું ચાર્જિંગ નેટવર્ક છેલ્લા એક વર્ષમાં 1,300થી 5,000 ચાર્જિંગ પોઈન્ટ સુધી ઝડપથી વિસ્તર્યું છે. કંપનીના 95% ચાર્જિંગ સ્ટેશન ઝડપી-ચાર્જિંગ સુવિધાઓ પ્રદાન કરે છે, જે તેને દેશમાં સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય EV ચાર્જિંગ નેટવર્ક બનાવે છે.
Jio-bp એ ઈલેક્ટ્રિક વાહનોના માલિકોમાં "રેન્જની ચિંતા" ઘટાડવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા 480 KW ચાર્જરનો ઉપયોગ કર્યો છે. આ ચાર્જર્સ મોલ્સ, સાર્વજનિક પાર્કિંગ, કોર્પોરેટ પાર્ક, હોટલ અને અન્ય અગ્રણી સ્થળોએ ઝડપી ચાર્જિંગનો અનુભવ પ્રદાન કરે છે. વધુમાં, Jio-bpની અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન 'Jio-bp પલ્સ' EV માલિકો માટે ચાર્જિંગ પ્રક્રિયાને સરળ બનાવે છે.
આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio-bp ભારતમાં EV અપનાવવાના ઝડપી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનોના સૌથી મોટા નેટવર્ક અને EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી ઝડપી વૃદ્ધિ સાથે, Jio-bp લાખો ભારતીયોને નવીન ડિજિટલ ચાર્જિંગ સોલ્યુશન પ્રદાન કરી રહ્યું છે."
bp CEO મુરે ઓચિનક્લોસે જણાવ્યું હતું કે, “EV ચાર્જિંગ એ અમારા ઉર્જા વ્યવસાયનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમે ઝડપી વિસ્તરણ, વ્યૂહાત્મક સ્થાનો પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા અને ગ્રાહકોને બહેતર અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. RIL અને bpની ક્ષમતાઓને સંયોજિત કરીને, અમે ગ્રાહકોને અનન્ય મૂલ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

(11:36 PM IST)