<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

કેન્દ્ર સરકારે 24 સંસદીય સમિતિઓ બનાવી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામ ગોપાલ યાદવ સહિત નેતાઓને મહત્‍વના સ્થાન

શશિ થરૂરને વિદેશી અધ્યક્ષ તરીકે,બીજેપી નેતા રાધા મોહન દાસ અગ્રવાલને ગૃહ મામલાની સંસદીય સમિતિના અધ્યક્ષ, બીજેપી સાંસદ રાધા મોહન સિંહને ડિફેન્સ અફેર્સ ભર્તૃહરિ મહતાબને નાણા પરની સંસદીય કમિટિનો હવાલો જયારેમેરઠના બીજેપી સાંસદ અને રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ફોરેન અફેર્સ કમિટીના સભ્યઃ નિશિકાંત દુબેને કોમ્યુનિકેશન અને આઈટી કમિટીની કમાન સોપી


નવી દિલ્‍હીઃ  કેન્દ્ર સરકારે ગુરુવારે 24 સંસદીય સમિતિઓની રચના કરી છે. એનડીએ સહિત વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓને આ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે, જ્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવને આરોગ્ય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ બીજેપી નેતા રાધા મોહન દાસ અગ્રવાલને ગૃહ મામલાની સંસદીય સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપી સાંસદ રાધા મોહન સિંહને ડિફેન્સ અફેર્સ કમિટિનો હવાલો આપવામાં આવ્યો છે અને બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબને નાણા પરની સંસદીય કમિટિનો હવાલો આપવામાં આવ્યો છે. મેરઠના બીજેપી સાંસદ અને રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ફોરેન અફેર્સ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેને કોમ્યુનિકેશન અને આઈટી કમિટીની કમાન મળી છે. બીજેપી નેતા સીએમ રમેશને રેલવે અફેર્સ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને મહિલા, શિક્ષણ, યુવા અને રમતગમત બાબતોની સંસદીય સમિતિની કમાન સોંપવામાં આવી છે અને કંગના રનૌતને તે જ સમિતિની સભ્ય બનાવવામાં આવી છે.

 

(12:28 AM IST)