<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

૧૨થી સીધો ૫% થશે ટેક્‍સ : દવાઓ અને બાઇક સહિત ૧૦૦ વસ્‍તુઓ પર રાહત આપવાની તૈયારી

સરકાર ૧૦૦ થી વધુ સામાન પર જીએસટી દરમાં ફેરફાર કરી શકે છે : જો કે, કેટલીક લક્‍ઝરી વસ્‍તુઓના દરમાં વધારો થશે

નવી દિલ્‍હી, તા.૨૭:  મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્‍ય માણસને આગામી દિવસોમાં મોટી રાહત મળી શકે છે. કારણ કે, કેન્‍દ્ર સરકાર ૧૦૦થી વધુ સામાન પર જીએસટીના દરોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. જેમાં જરૂરી દવાઓ, બાઇક અને અન્‍ય ઘણી વસ્‍તુઓનો સમાવેશ થાય છે. વાસ્‍તવમાં, કેન્‍દ્ર સરકારના મંત્રીઓના જૂથ (GoM) એ GST દરોમાં સુધારો કરવાના પ્રયાસો તેજ કર્યા છે જેમાં ૧૦૦ થી વધુ વસ્‍તુઓ પરના ટેક્‍સ દરોમાં સુધારો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે પશ્‍ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે GST ૧૨% થી ઘટાડીને ૫% કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે અને આગામી બેઠક ૨૦ ઓક્‍ટોબરે યોજાશે. આ ૧૦૦ વસ્‍તુઓમાં બાઇક અને બોટલ્‍ડ વોટર જેવી મહત્‍વની વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

GSTદરોને તર્કસંગત બનાવવા માટેના મંત્રીમંડળે ૧૨% અને ૧૮% સ્‍લેબને મર્જ કરવા ઉપરાંત ૧૦૦ થી વધુ વસ્‍તુઓ પરના દરો પર ફરીથી કામ કરવાની દરખાસ્‍તો પર ચર્ચા કરી છે, પરંતુ તેની ભલામણોને અંતિમ સ્‍વરૂપ આપતા પહેલા તેનું વિશ્‍લેષણ કરવાનું બાકી છે.

એફએમ ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે સામાન્‍ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્‍તુઓ પરના ટેક્‍સના દરો ઘટાડવો જોઈએ અને ખાદ્ય ચીજવસ્‍તુઓ પરના જીએસટી દરને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા જોઈએ. હાલમાં, મોટરસાઇકલ અને તેના પાર્ટ્‍સ અને એસેસરીઝ પર ૧૨ ટકા જીએસટી લાગે છે, જ્‍યારે ઇપ્રસાઇકલ પર પાંચ ટકા ટેક્‍સ લાગે છે.

પશ્‍ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે GST દરો પર ફિટમેન્‍ટ કમિટી દ્વારા વિચારણા કરવામાં આવશે. જેમાં સામાન્‍ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્‍તુઓ પર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવશે. તે જ સમયે, કેટલીક લક્‍ઝરી વસ્‍તુઓના દરમાં વધારો કરવામાં આવશે, જેથી આવકમાં કોઈ નુકસાન ન થાય.

બુધવારે ગોવામાં બિહારના ડેપ્‍યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નેતળત્‍વમાં મંત્રીઓના જૂથની બેઠકમાં ખાદ્ય ઉત્‍પાદનો, કળષિ કોમોડિટીઝ, ખાતરો, સ્‍ટેશનરી અને અન્‍ય વસ્‍તુઓ પરના દરોમાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, કેટલીક વસ્‍તુઓ પર ટેક્‍સ દર ૧૨% થી ઘટાડીને ૫% કરવાનો મુદ્દો સામેલ હતો. હાલમાં GSTસિસ્‍ટમ ચારપ્રસ્‍તરની કર માળખું છે, જેમાં પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્‍લેબ છે.

(10:44 AM IST)