News of Friday, 27th September 2024
રેપ-મર્ડર બાદ ૫ વર્ષની માસૂમની લાશ ટાંકીમાં ફેંકી દીધી
કાળો જાદુ કે હવસ !

ભોપાલ તા. ૨૭ : એમપીની રાજધાની ભોપાલ રેપ કેપિટલ બની રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં રેપની ત્રણથી વધારે ઘટનાઓ સામે આવી છે. હવે ૫ વર્ષની બાળકીના રેપ અને મર્ડરની ઘટના બની છે. ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી ૫ વર્ષની બાળકીની લાશ બંધ ફલેટની પાણીની ટાંકીમાં મળી આવી હતી જે પછી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પોલીસે એવું કહ્યું કે આ કેસમાં કાળા જાદુના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.
બાળકી છેલ્લા ૭૨ કલાકથી ગુમ થઈ જતાં પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગુરૂવારે બંધ ફલેટમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતાં રહીશોએ પોલીસને જાણ કરી જે પછી ફલેટનો દરવાજો તોડવામાં આવ્યો અને તપાસમાં ૫ વર્ષની બાળકીની લાશ જોવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે બાળકી સાથે રેપ કરાયા બાદ મર્ડરની આશંકા છે પોલીસે કાળા જાદુના એંગલ પર તપાસ કરી રહી છે. પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી છે જે પછી હત્યાનું સાચું કારણ સામે આવશે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
