કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
વડાપ્રધાન મોદીએ કેમ આદિત્ય ગઢવીનો કાન આમળ્યો ?
આદિત્ય ગઢવી સાથે પીએમ મોદીએ લીધી સેલ્ફી : કેમ બેટમજી? કહીને મોદી સાહેબ ભેટીને મળ્યા અને બે ત્રણ ધબ્બા મારીને આશિર્વાદ આપ્યા...

નવી દિલ્હી તા. ૨૭ : વડા પ્રધાન મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં રહેતા અનેક ભારતીયોને મળ્યા હતા. પીએમ મોદીના અમેરિકાના કાર્યક્રમમાં લાઈવ પરફોર્મ કરવા માટે ભારતથી પણ અનેક કલાકારો પણ પહોંચ્યા હતા. આ દરેક આર્ટિસ્ટને પીએમ મોદીએ તેમની સાથે સેલફી પણ લીધી હતી. ભારતના આ આર્ટિસ્ટમાં ગુજરાતી સિંગર આદિત્ય ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર, મ્યુઝિક કમ્પોઝર દેવી શ્રી પ્રસાદ અને ભારતના રેપર હનુમાનકાઈન્ડે સહિત પાંચસો કરતાં વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા. આ ઈવેન્ટમાં વડા પ્રધાન મોદીની આદિત્ય ગઢવી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોને સિંગરે જ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે આદિત્યએ વડા પ્રધાન સાથેની તસવીરોમાં ખૂબ જ રમજૂ કેપ્શન પણ આપ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. રવિવારના રોજ પીએમ મોદીએ ન્યૂયોર્કમાં આવેલા લોંગ આઇલેન્ડ સ્થિત નાસાઉ કોલિજિયમ ખાતે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકોનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ભારે ઉત્સાહથી પીએમનું પૂર્ણ જોશથી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય કલાકારો આદિત્ય ગઢવી, દેવી શ્રી પ્રસાદ અને હનુમાનકાઈન્ડે પરફોર્મન્સ આપ્યું હતું.
ગુજરાતના જાણીતા કલાકાર આદિત્ય ગઢવીએ પોતાના અવાજથી કોલિજિયમમાં હાજર રહેલા દરેક લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આદિત્ય ગઢવીએ તેના સુપરહિટ ગીત શ્નખલાસીશ્નથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન આદિત્ય ગઢવી, દેવી શ્રી પ્રસાદ અને હનુમાનકાઈન્ડે હર ઘર તિરંગા ગીત પર શાનદાર પરફોર્મ કર્યું હતું અને તે પૂર્ણ થતાં વડા પ્રધાન મોદીએ બધા આર્ટિસ્ટને ભેટીને તેમને ગળે લગાવ્યા હતા.
આદિત્ય ગઢવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીએમ મોદીને મળવાની અમુક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરમાં આદિત્ય પીએમ મોદી સાથે સેલ્ફી લેતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન મોદી આદિત્યના કાન પકડી લીધા હતા જે તસવીરમાં દેખાઈ રહ્યું છે. આ તસવીરો સાથે આદિત્યએ ગુજરાતીમાં કેપ્શન આપ્યું કે સેલ્ફી લેતા લેતા મેં કીધું, ‘સાહેબ આ બાજુ જોજો એટલે મારી બાજુ વળીને કાન ખેંચ્યા અને પછી જગપ્રસિદ્ધ ‘Modi’s Signature Bear Hug’ કરીને મને ‘પપ્પા કેમ છે?ે એમ કહીને પરિવારના ખબર અંતર પુછ્યા..?
પીએમ મોદી સાથેની વધુ એક તસવીર આદિત્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં પીએમ મોદી તેને શાબાશી આપતા દેખાઈ રહ્યા છે. આ તસવીર શેર કરતા કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘કેમ બેટમજી? કહીને મોદી સાહેબ ભેટીને મળ્યા અને બે ત્રણ ધબ્બા મારીને આશીર્વાદ આપ્યા' તે કેવી ક્ષણ હતી.. પીએમ મોદીને મળીને આદિત્ય એકદમ ખુશ દેખાઈ રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
