હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં દર વર્ષે ૩૩ કરોડ મોબાઇલ બની રહ્યા છે : ૧.૨૨ કરોડ લોકોને રોજગાર
આજે ભારતમાં વેચાતા ૯૯.૨ ટકા મોબાઇલ ફોન દેશમાં જ બને છે : મોબાઇલની નિકાસ ૭૭ ગણી વધી છે : ભારતનું ઇલેકટ્રોનિકસ સેકટર હાલમાં દેશભરમાં લગભગ ૧૨ લાખ લોકોને રોજગારી આપે છે : દર વર્ષે ૩૨ થી ૩૩ કરોડ મોબાઇલ ફોનનું ઉત્પાદન થઇ રહ્યું છે

નવી દિલ્હી તા. ૨૭ : ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર હાલમાં દેશભરમાં લગભગ ૧૨ લાખ લોકોને રોજગારી આપે છે અને દર વર્ષે ૩૨ થી ૩૩ કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે, એમ સરકારે ગુરુવારે જણાવ્યું હતું. છેલ્લા ૧૦ વર્ષોમાં દેશમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો ઝડપથી વિકાસ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં તે રૂ. ૧.૯ લાખ કરોડ હતો, જે ૨૦૨૩-૨૪માં વધીને રૂ. ૯.૫૨ લાખ કરોડ થયો (૧૭.૪ ટકાના વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર સાથે). આ સમયગાળા દરમિયાન નિકાસમાં પણ ૨૨.૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.
‘મેક ઈન ઈન્ડિયા' પહેલની ૧૦મી વર્ષગાંઠ પર આઈટી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ સૌથી પ્રભાવશાળી ક્ષેત્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતમાંથી નિકાસ પણ ૨૦૧૪-૧૫માં આશરે રૂ. ૩૮,૨૬૩ કરોડથી વધીને રૂ. ૨.૪૧ લાખ કરોડ થઈ છે જે ૨૨.૭ ટકાના CAGR પર છે, એમ તેમણે જણાવ્યું હતું. આ અન્ય નિકાસ ક્ષેત્રોની વૃદ્ધિ કરતાં ઘણી ઝડપી છે.
વર્ષ ૨૦૧૪-૧૫માં દેશમાં વેચાતા મોબાઈલ ફોનમાંથી માત્ર ૨૬ ટકા ભારતમાં જ બનેલા હતા અને બાકીના આયાત કરવામાં આવ્યા હતા. આજે ભારતમાં વેચાતા ૯૯.૨ ટકા મોબાઈલ ફોન દેશમાં જ બને છે. કૃષ્ણને કહ્યું, અમે ભારતમાં દર વર્ષે ૩૨૫ થી ૩૩ કરોડ મોબાઈલ ફોન બનાવીએ છીએ અને સરેરાશ લગભગ એક અબજ મોબાઈલ ફોન ઉપયોગમાં લેવાય છે. અમે સ્થાનિક બજારને પ્રોત્સાહન આપ્યું. આ કારણે તમે જોઈ રહ્યા છો કે મોબાઈલ ફોનની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મોબાઈલ ફોનની નિકાસ લગભગ ૧.૨ લાખ કરોડ રૂપિયા હતી, જે ૨૦૧૪-૧૫ની સરખામણીમાં ૭૭ ગણી વધી છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં મોબાઈલ ફોનની નિકાસ આશરે રૂ. ૧,૫૬૬ કરોડની હતી. મોબાઈલ સેક્ટર માટેની PLI સ્કીમ પર સેક્રેટરીએ કહ્યું કે અમે અમારૂં ઉત્પાદન લક્ષ્ય પાર કર્યું છે અને કુલ ઉત્પાદન ૬.૬૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રોકાણનું કુલ મૂલ્ય પણ રૂ. ૯,૧૦૦ કરોડ છે, જે લક્ષ્યાંક કરતાં ઘણું વધારે છે.
કૃષ્ણને કહ્યું કે, કુલ ૧,૨૨,૬૧૩ લોકોને રોજગાર મળ્યો છે, જે યોજનાના મૂળ લક્ષ્યને અનુરૂપ છે. તેથી, આ મેક ઈન ઈન્ડિયાની મોટી સિદ્ધિઓમાંની એક છે અને આજે ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર દેશભરમાં લગભગ ૧૨ લાખ લોકોને રોજગાર પ્રદાન કરે છે. દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ બેઝની સ્થાપના એ ‘મેક ઇન ઇન્ડિયા'નો બીજો મુખ્ય ભાગ છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનો પાયો ભારત સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત અને પાંચ મોટા પ્રોજેક્ટને મંજૂરી સાથે નાખવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સના બે પ્રોજેક્ટ, સીજી પાવરનો એક પ્રોજેક્ટ અને કીન્સનો એક પ્રોજેક્ટ સામેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
