હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩૧% બાળકોમાં લોહીની અછત : ૧૯% પુરૂષો પણ એનિમિયાનો શિકાર
જૂનથી ઓગસ્ટ ૨૦૨૪ વચ્ચે ૨૮ રાજ્યોના વિવિધ જિલ્લાઓ અને નગરોમાં આરોગ્ય શિબિરો : હેલ્થ કેમ્પમાં ૧૭% લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા અને ૧૪% લોકોને સુગરની સમસ્યા જોવા મળી હતી : એનિમિયાની સમસ્યા ૩૮%સ્ત્રીઓ, ૩૯% સગર્ભાસ્ત્રીઓ અને ૧૯% પુરૂષોમાં પણ જોવા મળી હતી : કેમ્પ દરમિયાન કુલ ૨.૫૮ લાખ લોકોએ લાભ લીધો હતો અને ૧.૯૯ લાખ લોકોએ ડોર સ્ટેપ હેલ્થકેરની સુવિધા મેળવી હતી

નવી દિલ્હી તા. ૨૭ : NMCએ દેશના ૨૮ રાજયોના વિવિધ જિલ્લાઓ અને નગરોમાં ૧૧ જૂનથી ૭ ઓગસ્ટ, ૨૦૨૪ વચ્ચે આયોજિત સ્વાસ્થ્ય શિબિરોના આધારે પ્રથમ સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. ૪૦,૮૨૯ બાળકોમાંથી, ૩૧% એનિમિયા જોવા મળ્યા હતા. આ સમસ્યા ૩૮% મહિલાઓમાં જોવા મળે છે. એનિમિયા ૩૯% સગર્ભાસ્ત્રીઓ અને ૧૯% પુરૂષોમાં જોવા મળ્યું હતું.
એનિમિયામાં લાલ રક્તકણોની સંખ્યામાં અથવા હિમોગ્લોબિનના સ્તરમાં ઘટાડો થાય છે. ૨,૭૩,૬૫૬ પરિવારોના ૧૨,૦૯,૩૩૮ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ૧૩૦૦ થી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીપીની સમસ્યા ૧૭% અને સુગરની સમસ્યા ૧૪% જોવા મળી હતી. કેમ્પ દરમિયાન કુલ ૨.૫૮ લાખ લોકોએ લાભ લીધો હતો અને ૧.૯૯ લાખ લોકોએ ડોર સ્ટેપ હેલ્થકેરની સુવિધા મેળવી હતી.
૪,૬૧,૮૩૧ લોકોમાંથી ૧૭% લોકોએ BPની ફરિયાદ કરી હતી. ૩,૬૬,૦૯૬ ની બ્લડ સુગરની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૪% ફરિયાદો મળી હતી. આ કેમ્પમાં દેશની ૪૯૬ મેડિકલ કોલેજોના ૮૫% MBBS વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
નેશનલ મેડિકલ કમિશનએ ૨૦૨૩-૨૪ થી તમામ MBBS વિદ્યાર્થીઓ માટે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ લાગુ કર્યો છે. દરેક વિદ્યાર્થીએ તેના અભ્યાસ દરમિયાન પરિવારને દત્તક લેવો પડશે અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. NMCના અંડર ગ્રેજયુએટ મેડિકલ એજયુકેશન બોર્ડના પ્રમુખ ડો. અરૂણા વી વણિકર કહે છે કે આ પ્રગતિ સાથે, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના પ્રથમ વર્ષથી જ લોકોની સ્વાસ્થ્ય તપાસ કરવાની તક આપવામાં આવી છે. આરોગ્ય શિબિરો દ્વારા તેમને વધુ સારી રીતે સમજાવી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
