હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th September 2024
ઇઅરબડ્સ કાનમાં જ ફાટી ગયાં અને મહિલા કાયમ માટે બહેરી થઈ ગઈ
ટર્કીમાં એક ચેતવણીરૂપ ઘટના બની

ટર્કી,તા. ૨૭: ટર્કીમાં એક ચેતવણીરૂપ ઘટના બની છે. ગેલેક્સી ઇઅરબડ્સને કારણે એક મહિલા કાયમ માટે બહેરી થઈ ગઈ છે. એક યુવાને એવો દાવો કર્યો છે કે તેની ગર્લફ્રેન્ડના કાનમાં ગેલેક્સી ઇઅરબડ્સ FE ફાટી ગયાં હતાં અને તેની શ્રવણશક્તિ જતી રહી છે.
યુવાને નક્કર કાર્યવાહી કરવાની માગણી કરી હતી, પણ કંપનીએ ફરિયાદ ધ્યાનમાં લઈને માત્ર ઇઅરબડ્સ બદલી આપવાનું કહ્યું છે પણ ટેક્નિકલ સર્વિસ માટે કોઈ સંતોષજનક સ્પષ્ટતા કરી નથી. ફાટી ગયેલાં ઇઅરબડ્સની તપાસ કરાઈ તો એમાં પણ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એટલે કે ઇઅરબડ્સ કઈ રીતે ફાટ્યાં એનું કારણ કંપની શોધી શકી નથી. આ ઘટનાથી કંપની પર આક્ષેપોનો મારો થઈ રહ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
