<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

જવાબ ન આવડતા શિક્ષકે વિદ્યાર્થીને લાકડી વડે માર્યો ઢોર મારઃ ગુનો દાખલ

માર મારવાથી છોકરાના હાથ અને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી

મુંબઈ,તા.૨૭: મુંબઈના ગોરેગામમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઈને હવે પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં ગોરેગાંવમાં એક ખાનગી શિક્ષક પર કથિત રીતે વિજ્ઞાનના પ્રશ્નોના ખોટા જવાબો આપવાના કારણે ગુસ્‍સે થતાં ૧૦માં ધોરણના વિદ્યાર્થીને લાકડી વડે માર મારવા બદલ પોલીસે ગુનો નોંધ્‍યો છે. ગોરેગાંવ પોલીસે ફરિયાદના પગલે BNSની કલમ ૧૧૮(૧) અને જુવેનાઇલ જસ્‍ટિસ (કેર એન્‍ડ પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન) એક્‍ટ, ૨૦૧૫દ્ગક કલમ ૨૩ હેઠળ કેસ નોંધ્‍યો છે.

ફરિયાદી, ફળ વિક્રેતાએ આ ઘટના બાબતે માહિતી આપી હતી કે તેનો દીકરો ગોરેગાંવના મોતીલાલ નગરમાં એક સ્‍થળે ખાનગી ટ્‍યુશનમાં જાય છે. બે દિવસ પહેલા નિયમિત સત્ર દરમિયાન આ ઘટના બની હતી. ફરિયાદીના ભત્રીજાએ તેમને જાણ કરી હતી કે તેમનો દીકરો અભ્‍યાસ ન કરવા બદલ શિક્ષક દ્વારા માર મારવાથી રડી રહ્યો હતો. સમાચાર મળતાં, ફરિયાદી ટ્‍યુશન સેન્‍ટર પર દોડી ગયો અને તેના દીકરાના આંખોમાં આંસુ જોયા. જયારે પૂછવામાં આવ્‍યું ત્‍યારે છોકરાએ ખુલાસો કર્યો કે શિક્ષકે તેને લાકડી વડે માર્યો હતો કારણ કે તે વિજ્ઞાનના અમુક પ્રશ્નોના જવાબ આપી શક્‍યો ન હતો. માર મારવાથી છોકરાના હાથ અને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી.

જયારે ફરિયાદીએ શિક્ષકને આ અંગે જવાબ માગ્‍યો ત્‍યારે આરોપી શિક્ષકે કથિત રીતે તેમની સાથે અસભ્‍ય વર્તન કર્યું હતું. ત્‍યારબાદ ફરિયાદીએ ગોરેગાંવ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કર્યો, જયાં ટ્‍યુટર વિરુદ્ધ તાત્‍કાલિક કેસ નોંધવામાં આવ્‍યો અને હવે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(11:31 AM IST)