હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

ન્યુયોર્ક, તા.૨૭ : અમેરિકામાં ફ્લોરિડાના કિનારા પર પ્રચંડ વાવાઝોડું હેલિન આખરે આવી પહોંચ્યું છે અને તે મોટા પાયે વિનાશ ફેલાવીને જશે તેવો ભય છે. કારણ કે ફ્લોરિડામાં તેના કારણે એક વ્યક્તિનું મોત પણ થઈ ચૂકયું છે. અમેરિકાને એક પછી એક ચક્રવાતી વાવાઝોડામાંથી જાણે કોઈ રાહત મળતી ન હોય તેવી સ્થિતિ છે. છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે જેમાં આ વખતે હરિકેન હેલિન આવી પહોંચ્યું છે. વાવાઝોડાની અસરના કારણે એર ટ્રાફિકને ભારે અસર થઈ છે અને અમેરિકાની એરલાઈન્સે લગભગ ૧૨૦૦ કરતા વધારે ફ્લાઈટ કેન્સલ કરવી પડી છે. હજુ થોડા મહિના અગાઉ જ સાઈક્લોન ડેબી આવ્યો હતો અને હવે હેલિન ત્રાટકયો છે. યુએસના કિનારાવર્તી રાજ્યોમાં તેના કારણે લોકોની પરેશાની વધી ગઈ છે.
હરિકેન હેલિન એ કેટેગરી ૪માં આવતું વાવાઝોડું છે જેની તાકાત સતત વધતી જાય છે અને તેણે ફ્લોરિડામાં આગમન કરી દીધું છે. પહેલાં તેની કેટેગરી ૩ હતી જે પછી વધારીને ફોર કરવામાં આવી છે. પરિણામે જોરદાર વરસાદ પડી રહ્યો છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સના અંદાજ પ્રમાણે લગભગ ૧૨૧૮ ફ્લાઈટ કેન્સલ થઈ છે અને ૪૧૦૦થી વધારે ફ્લાઈટને ડિલે કરવામાં આવી છે. આ કેટલાક કલાક અગાઉના આંકડા છે અને અત્યાર સુધીમાં ઘણી વધારે ફ્લાઈટ કેન્સલ અથવા ડિલે થઈ હોય તેવી શકયતા છે.
અધિકારીઓએ લોકોને ર્વોનિંગ આપી છે કે કોસ્ટલ એરિયામાં રહેતા લોકો સાવધાન રહે. હરિકેનનો જે માર્ગ છે ત્યાં રહેતા લોકોને પોતાના ઘર ખાલી કરીને સલામત સ્થળે જતા રહેવા જણાવાયું છે. આ સ્ટોર્મ કોઈ સાધારણ નથી, તે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે અને જીવલેણ બની શકે છે.
સાઉથવેસ્ટ એરલાઈન્સે લગભગ ૨૦૦ કરતા વધારે ફ્લાઈટને કેન્સલ કરી છે અને બીજી કોઈ પણ એરલાઈન કરતા સાઉથવેસ્ટે વધુ ફ્લાઈટને રદ કરવી પડી છે. ત્યાર પછી અમેરિકન એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સે વધારે ફ્લાઈટને કેન્સલ કરવી પડી છે.
આ રિજયનમાં આવતા તમામ એરપોર્ટ અત્યારે એલર્ટ છે. જેમાં ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટ, ઓર્લાન્ડો ઈન્ટરનેશનલ અને ફોર્ટ લોડરડેલ ઈન્ટરનેશનલ પણ સામેલ છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે કઈ ફ્લાઈટ હાલમાં કેન્સલ કરવામાં આવી છે અને કઈ ફ્લાઈટ કેટલા કલાડ ડિલે થવાની છે.
અમેરિકન એરલાઈન્સે સાઉથ ઈસ્ટ અમેરિકા અને ગલ્ફ ઓફ મેક્સિકોની આસપાસ જે એરપોર્ટ આવેલા છે તેના માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેટ બ્લુ અને સાઉથવેસ્ટ એરલાઈન્સે પણ આવી ટ્રાવેલ એડવાઈઝરી આપી છે.
હેલિને ફ્લોરિડાના બિગ બેન્ડ વિસ્તારમાં દસ્તક દીધી છે. અમેરિકામાં આવેલા સૌથી પાવરફૂલ સ્ટોર્મમાં તેની ગણતરી કરવામાં આવશે જે જાનમાલને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ હરિકેન હવે અમેરિકામાં અંદરના ભાગમાં પહોંચશે ત્યારે કેવું નુકસાન કરે છે તે જોવાનું રહે છે.
રોઈટર્સના અહેવાલ -માણે હેલિને અમેરિકાના કોસ્ટલ એરિયાને ટચ કર્યું તે અગાઉ જ કેટલાય વિસ્તારોમાં લાઈટ જતી રહી છે અને લગભગ ૧૦ લાખથી વધારે લોકોને ત્યાં પાવર સપ્લાય ખોરવાઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે સવારે પવનની ઝડપ ૧૪૦ માઈલ પ્રતિ કલાક એટલે કે ૨૨૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. તેના કારણે દરિયા કિનારે પાણીની સપાટી લગભગ ૨૦ ફૂટ જેટલી વધી જશે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM