News of Friday, 27th September 2024
મુંબઇના આંગણે મહંતસ્વામી મહારાજનો ૯૧મો જન્મજયંતી મહોત્સવ દિવ્યતાથી ઉજવાયો
દેશ-વિદેશના ૪૦૦ થી વધુ સંતો અને હજારો ભકતોએ ભાવાંજલિ અર્પણ કરીઃ સાચા સંતમાં ભગવાનનો સાક્ષાત નિવાસ હોય છે

રાજકોટ, તા. ર૭ : ગઇકાલે તા. ર૬ ના રોજ ભગવાન સ્વામિનારાયણનું સ્મળતિપર્વ, પૂ.પ્રમુખસ્વામી મહારાજનું સ્મળતિપર્વ તથા પૂ.મહંતસ્વામી મહારાજની ૯૧ મી જન્મજયંતીના ત્રિવેણી ઉત્સવની ઉજવણી મુંબઈમાં ગોરેગામ ખાતે નેસ્કોમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશમાંથી ૪૦૦ થી વધુ સંતો અને હજારો હરિભક્તો તત્પર બન્યા હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય જ્ઞાનનયનદાસ સ્વામીએ કહ્યું કે સાચા સંતમાં ભગવાનનો સાક્ષાત નિવાસ હોય છે મહંત સ્વામી મહારાજના જન્મદિવસે ભગવાનની હાજરી અનુભવી શકવાની પાવન તક છે.
પૂજ્ય નારાયણમુનિ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ભક્તિ પર પ્રકાશ પાડયો, જ્યારે પૂજ્ય ભગવતસેતુ સ્વામીએ મહંતસ્વામીની અવિરત ભક્તિ અને સાધનાનો ઉલ્લેખ કર્યો. પૂજ્ય વિવેકસાગર સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભક્તો પર વરસાવેલા દિવ્ય તોહનું વર્ણન કર્યું, અને પૂજ્ય આદર્શજીવન સ્વામીએ મહંતસ્વામીના માતળત્વ અને વાત્સલ્ય વર્તનની સ્મળતિ કરી.
આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય આત્મતળપ્ત સ્વામીએ અનુક્રમે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વિશાળ સેવાકાર્ય અને સેવા ભાવનાનો ઉલ્લેખ કર્યો. પૂજ્ય ઇશ્વરચરણસ્વામી અને પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની વિનમ્રતા પર પોતાના વક્તવ્યો રજુ કર્યા.
પૂજ્ય ભક્તિપ્રિય (કોઠારી) સ્વામીએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કર્યું છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે પૂજ્ય મહંતસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પૂજ્ય મહંતસ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ છે તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું કે, બાપ્સ સંસ્થા સમાજ કલ્યાણ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં અનન્ય કાર્ય કરી રહી છે.
આપણી સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાવવામાં બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન છે.
મહારાષ્ટ્રના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા અને નેસ્કો લિમિટેડના સીએમડી શ્રી કળષ્ણા પટેલે મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.
મહોત્સવના અંતે પૂજ્ય મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે ૅભગવાન સ્વામિનારાયણના યથાર્થ મહિમાને સમજવું અને તેમની ભક્તિ કરવી તેમજ તેમના આદેશોનું પાલન કરવું એ જ આપણું પરમ કર્તવ્ય છે.
વડીલસંતોએ પુષ્પમાળા દ્વારા પૂ.મહંતસ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી હતી. હજારો દીવડાની સમૂહ આરતીએ વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
