<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

કોલસેન્‍ટરો દ્વારા વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોવાની ફરિયાદ બાદ દિલ્‍હી CBIએ અમદાવાદમાં ગેરકાયદે કોલસેન્‍ટર પર ૩૦૦ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે દરોડા પાડ્‍યા

જુદા જુદા કોલ સેન્‍ટરો ઉપર પૂછપરછઃ ફરિયાદ બાદ આખરી કાર્યવાહીથી દોડધામ મચી ગઈ : અનેક જગ્‍યાએ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ

અમદાવાદ તા.૨૭:  કોલસેન્‍ટરો દ્વારા વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોવાની ફરિયાદ બાદ દિલ્‍હી સીબીઆઇએ કાર્યવાહી કરતા અમદાવાદમાં ગેરકાયદે ચાલતા કોલસેન્‍ટરો પર દરોડા પાડ્‍યા છે.

  અમદાવાદમાં દિલ્‍હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલસેન્‍ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્‍હી CBIએ  ગેરકાયદે કોલસેન્‍ટર પર ૩૦૦ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે દરોડા પાડ્‍યા છે. દિલ્‍હી સીબીઆઇએ અમદાવાદ અને આસપાસના વિસ્‍તારોમાં ચાલતાં કોલ સેન્‍ટર પર દરોડા પાડ્‍યા છે.

દિલ્‍હી સીબીઆઇને કોલસેન્‍ટર દ્વારા લોકોને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી. સીબીઆઇને ફરિયાદ મળી હતી કે કોલસેન્‍ટરો દ્વારા વિદેશી નાગરિકોને ફસાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. ત્‍યારે દિલ્‍હી સીબીઆઇએ આ ફરિયાદ પર કાર્યવાહી કરતા આ દરોડા પાડ્‍યા છે.

(4:36 PM IST)