<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ભાજપને જોરદાર ઝટકો : નારાજ સુનીલ જાખડનું પંજાબના પ્રમુખ પદેથી આપ્‍યું રાજીનામું

નવી દિલ્‍હી, તા. ર૭ : પંજાબમાં પંચાયતની ચૂંટણી નજીક છે ત્‍યારે ભાજપને જોરદાર ઝટકો લાગ્‍યો છે. અહીં સુનીલ જાખડે પંજાબ ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ ના પદેથી રાજીનામું ધરી દીધું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી તેમની અને પાર્ટી વચ્‍ચે ઘણું અંતર જોવા મળી રહ્યું હતું. માહિતી અનુસાર તે પાર્ટીથી નારાજ હતા. આ જ કારણ છે કે તે ગુરુવારે પંચાયતની ચૂંટણીની તૈયારીઓને લઈને યોજાયેલી બેઠકમાં પણ જોડાયા નહોતાં. જ્‍યારે આ મામલે એક ભાજપ નેતાએ તેમને ફોન કર્યો તો તેમણે બેઠકમાં જોડાવા અંગે પણ ઈનકાર કરી દીધો હતો. આ સાથે તેમણે ચોખ્‍ખું કહી દીધું હતું કે હું ભવિષ્‍યમાં પણ આવી કોઈ બેઠકમાં જોડાવાનો નથી.

(4:47 PM IST)