હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોદી સરકારની મહત્વની પહેલ : ખેતીનું ડિજીટાઈઝેશન : ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની શરૂઆત કરી
ભારતમાં કૃષિ સામે બે મોટા સંકટ - આબોહવા પરિવર્તન અને ભાવની અનિશ્ચિતતા

નવી દિલ્હી : ભારતમાં કૃષિ સામે બે મોટા સંકટ છે (૧) આબોહવા પરિવર્તન (૨) ભાવની અનિશ્ચિતતા. આ બે પરિબળોએ ખેતીની આખી પેટર્ન બદલી નાખી છે. આબોહવા પરિવર્તન અને બજારની વધઘટને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે. ઘણા યુવા ખેડૂતોને શહેરના પગારની સરખામણીમાં ખેતીનું વળતર બહુ ઓછું લાગે છે.
આવા વાતાવરણમાં કેન્દ્ર સરકારે ખેતીને ડિજિટલ બનાવવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની શરૂઆત કરી છે, જે ખેતીને બચાવવામાં મદદ કરશે અને ખેતીને પુનજીવિત કરી શકાશે. ડિજિટલ એગ્રીકલ્ચર મિશનનો ઉદ્દેશ ખેડૂતોની નોંધણી, ગામની જમીનના નકશા અને પાકની વાવણીની રજીસ્ટ્રીનો સમાવેશ કરતું વ્યાપક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો છે. સશક્ત ડિજિટલ માળખું કૃષિ સંબંધી માહિતી એકત્ર કરવામાં અને ઉપયોગમાં લેવાની રીતમાં ક્રાંતિ લાવી શકે તેમ છે.
કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની શરૂઆત રૂ.૨૮૧૭ કરોડની ફાળવણી સાથે થઈ છે. આ યોજના હેઠળ સરકાર ઉપરોક્ત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ઈચ્છે છે. એ ઉપરાંત પાકના સામાન્ય અંદાજ માટેનું સર્વેક્ષણ તેમજ શૈક્ષણિક તથા સંશોધન સંસ્થા માટે આઈટી સંબંધિત પ્રોત્સાહનો આપશે.
જોકે આ મિશનમાં સૌથી વધુ ખેડૂતોને મિશનમાં સૌથી વધારે મહત્વ જમીનના પ્રકારને લગતા પ્રોફાઈલને અપાશે. જે ખેડૂતોને કૃષિ ક્ષેત્ર અંગે સમયસર માહિતી આપશે. આખી યોજના એગ્રી સ્ટેક અએટલે કે, ખેડૂતની ઓળખ અને ખેતી સંબંધી નિર્ણયો લેવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.
ખેતીને લગતા તમામ પાસા જેમકે ખેડૂતોની નોંધણી, જીયો રેફરન્સ વિલેજ મેપ એટલે કે ગામડાની માપણી અને વાવેતર થયેલા પાકની નોંધણીનો એમાં સમાવેશ થાય છે. ખેતી અંગેના મહત્વના નિર્ણયો લેવામાં સહાયરૂપ માહિતી પૂરી પાડનારી સમગ્ર વ્યવસ્થા ઉભી કરવાનું સરકારનું આયોજન છે. એગ્રી સ્ટેક માં સરકાર ખેડૂતોને ચોક્કસ આઈડી આપશે, જે આધારકાર્ડ જેવું હશે. એનાથી ખેડૂતોને ડિજિટલ ઓળખ મળશે. આ પ્રકારના આઈડી બનાવીને જાળવવાનો હવાલો રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપાશે. એમાં ખેડૂતોની જમીનના રેકોર્ડઝની માલિકી, વાવેલા પાક અને લીધેલા લાભની વિગત હશે.
ડિજિટલ આઇડી હેઠળ ૨૦૨૪-૨૫ માં ૬ કરોડ ખેડૂતોને આવરી લેવાશે. ૨૦૨૫-૨૬ માં બીજા ૩ કરોડ અને ૨૦૨૬-૨૭ માં બીજા બે કરોડ ખેડૂતોને જોડી દેવાશે. બે વર્ષમાં ડિજિટલ ક્રોપ સર્વે પણ શરૂ કરી દેવાનું સરકારનું આયોજન છે. જો એમ થાય તો પાકના અંદાજો અંગે વૈજ્ઞાનિક માહિતી બહાર આવવા લાગશે. ૪૦૦ જેટલા જિલ્લાઓમાં ચાલુ નાણાકીય વર્ષમાં જ વાવેતરના આંકડા આવી જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
