<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ડેન્ગ્યુ ના કેસ સામાન્ય અને ગંભીર એમ બે લક્ષણો ધરાવે છે, પ્લેટલેટ્સ શુ કામ ઘટી જાય છે જાણો..

નવી દિલ્હી : ચોમાસાની આ સિઝનમાં ડેન્ગ્યૂની બીમારી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલ છે અને સતત આ બીમારીથી પિડિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે ડેન્ગ્યૂના કેસ સામાન્ય અને ગંભીર બે લક્ષણો ધરાવી શકે છે. રક્તસ્ત્રાવી ડેન્ગ્યૂને ગંભીર પ્રકારનો માનવામાં આવે છે.
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ડેન્ગ્યૂના દર્દીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવા લાગે છે, જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પણ પ્લેટલેટ્સ શું હોય છે, ડેન્ગ્યૂમાં તે શા માટે ઘટવા લાગે છે અને તેને વધારવા માટે શું કરી શકાય છે તે અંગે આજે આપણે ચર્ચા કરશું.

•    પ્લેટલેટ્સ એટલે કે થ્રોમ્બોસાઈટ્સ કે જે આપણા લોહીમાં નાના, રંગવિહિન કોષિકાઓના સ્વરૂપમાં હોય છે અને તે લોહીને ગંઠાવવામાં એટલે કે રક્તસ્ત્રાવ અટકાવે છે.
•    એક તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ 1,50,000થી 4,50,000 પ્લેટલેટ્સ પ્રતિ માઈક્રોલીટર બ્લડ સુધી હોય છે.
•    4,50,000 કરતાં વધારે પ્લેટલેટ્સ હોવાના સંજોગોમાં થ્રોમ્બોસાઈટોસિસ અને 1,50,000થી ઓછા પ્લેટ્સલેટ્સ થ્રોમ્બોસાઈટોપેનિયાના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. ડેન્ગ્યૂના દર્દીઓમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાની સમસ્યા વધુ હોય છે.
ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સની સંખ્યા પાછળના કારણ
•    ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઓછા હોવા માટે મુખ્યત્વે ત્રણ કારણ જવાબદાર માનવામાં આવે છે.
•    આપણા અસ્થિ મજ્જા સપ્રેસ થઈ જાય છે. જેને લીધે પ્લેટલેટ્સનું સર્જન ઘટવા લાગે છે.
•    ડેન્ગ્યૂ વાયરસથી અસરગ્રસ્ત રક્ત રોશિકાઓ પ્લેટલેટ્સને નુકસાન પહોંચાડીને તેનો નાશ કરવા લાગે છે.
•    આ સંજોગોમાં શરીરમાં એન્ટીબોડીઝથી જે પ્લેટલેટ્સ બને છે તે પણ ઓછા થવા લાગે છે.
પ્લેટલેટ્સ ઓછા થવાના સંજોગોમાં રક્તસ્ત્રાવનું જોખમ
•    ડેન્ગ્યૂની બીમારીની સ્થિતિમાં ત્રણ-ચાર દિવસ સુધી પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા રહી શકે છે.
•    જોકે આઠ અથવા નવમાં દિવસમાં તેમાં સુધારો આવવા લાગે છે. પ્લેટ્સલેટ લોહીને ગંઠાવવામાં મદદ કરે છે, માટે શરીરમાં તેના અભાવના સંજોગોમાં ડેન્ગ્યૂમાં ઉલટી અથવા ઝાડા સાથે લોહીની સમસ્યા સર્જાઈ શકે છે.
•    નિષ્ણાતોના મતે ડેન્ગ્યૂના કિસ્સામાં તમામ લોકોએ પ્લેટલેટ્સ કાઉન્ટને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી સંક્રમણ સામે લડવામાં મદદ મળી શકે.
પ્લેટલેટ્સ ઓછા થાય તો તેને કેવી રીતે વધારી શકાય છે
•    પ્લેટ્લેટ્સ ઓછા થવાના સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. આ ઉપરાંત ઓમેગા-3, વિટામિન, આયર્ન તથા અન્ય ખનિજોથી ભરપૂર ચીજોનું સેવન વધારવું જોઈએ.
•    આ ઉપરાંત તરલ પદાર્થ, ફળોનું જ્યુસ તથા નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.

(7:07 PM IST)