હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી : ચાઈનીઝ લસણનો મુદ્દો અલાહબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે હેલ્પલાઈન નંબર રજૂ કરવા આદેશ કર્યો છે. જેથી પ્રજા લસણ અંગે ફરિયાદ કરી શકે. કોર્ટે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને સમગ્ર ઉત્તર પ્રદેશમાં હેલ્પલાઈન નંબર જારી કરવા આદેશ આપ્યો છે.
હાઈકોર્ટની લખનઉ ખંડપીઠ સમક્ષ ચાઈનીઝ લસણ અંગે એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ મુકવા માંગ કરી હતી. એક વકીલ અડધો કીલો ચાઈનીઝ લસણ લઈને કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ચાઈનીઝ લસણ દેશભરમાં વર્ષ 2014થી જ પ્રતિબંધિત છે તેમ છતાં બજારોમાં ખુલ્લેઆમ મળી રહ્યું છે. આ અંગે CBI તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ.
ચાઈનીઝ લસણથી કેન્સર થવાનું જોખમ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચાઈનીઝ લસણનું ઉત્પાદન કરવામાં ખતરનાક જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી કેન્સર પણ થઈ શકે છે. ચાઇનીઝ લસણને ચમકવા માટે ક્લોરિનથી ધોવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આમ છતાં દેશભરમાં ચાઈનીઝ લસણનું વેચાણ થઈ રહ્યું છે. હાઈકોર્ટે ગઈ કાલે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીને કોર્ટમાં બોલાવ્યા હતા. ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું હતું કે પંદર દિવસમાં લસણની સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવશે.
અરજદારે આરોપ લગાવ્યો છે કે 'ચાઈનીઝ લસણ' તેની હાનિકારક અસરોને કારણે દેશમાં પ્રતિબંધિત છે. કોર્ટને કહેવામાં આવ્યું કે પ્રતિબંધ હોવા છતાં દેશભરમાં આ પ્રકારનું લસણ સરળતાથી ઉપલબ્ધ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM