હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th September 2024
ઉજ્જૈનમાં મોટો અકસ્માત : મહાકાલ મંદિર પાસે દિવાલ પડી : કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત : બચાવ કામગીરી ચાલુ : જુઓ વિડિઓ
ભારે વરસાદના કારણે આ દિવાલ પડી : કેટલાક ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

ઉજ્જૈન : ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની સામે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં ગણેશ મંદિરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે આ દિવાલ પડી છે. આ અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર પણ છે.
દિવાલ ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે, જેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મહાકાલ મંદિર પરિસરના વિશ્રામ ધામ પાસેની દિવાલ ધરાશાયી થઈ છે.
અહીં નવા બાંધકામની કામગીરી ચાલી રહી છે. જૂની દિવાલ ધરાશાયી થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદ છતાં બચાવ કામગીરી ચાલુ છે. ઘટનાને લગતી વધુ માહિતીની હાલ રાહ જોવાઈ રહી છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
