<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ઉત્તર પ્રદેશ 26.5 કરોડ રોપાઓ વાવવા સાથે 'એક પેડ મા કે નામ' અભિયાનમાં દેશમા રહ્યું મોખરે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોલ પર ચલાવવામાં આવી રહેલા 'એક પેડ મા કે નામ' અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ પર આ માહિતી આપતાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં 80.84 કરોડથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે, જ્યારે માત્ર ઉત્તર પ્રદેશમાં લગભગ 26.5 કરોડ રોપા વાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે આભાર વ્યક્ત કર્યો હતો અને તમામને અભિનંદન આપ્યા હતા.

અગાઉ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં 'વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો જાહેર અભિયાન-2024' હેઠળ 20 જુલાઈએ એક જ દિવસમાં 36.51 કરોડ રોપાઓ વાવવામાં આવ્યા હતા.

 

(9:32 PM IST)