<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

વિશ્વમાં છેતરપિંડી નું નવું સ્થાન ભારત બની રહ્યું છે - છેતરપિંડીની નવી નવી રીતોથી લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે - સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કરોલની ટકોર

નવી દિલ્હી :  ફીક્કી કૈસ્કેડના માસક્રેડ - ૨૦૨૪ ના ૧૦ માં સંસ્કરણનુ ગુરુવારે સમાપન થયું. સંમેલનના અંતિમ દિવસે ચોરી અને છેતરપિંડી પર કાનુની કાર્યવાહીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કરોલે સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું કે, વિશ્વમાં ભારત છેતરપિંડીનું નવું સ્થાન બની રહ્યું છે. પાલિકા બજારમાં દરેક અસલી વસ્તુની આબેહૂબ નકલી ચીજ મળી શકે છે. તિલકનગરમાં બોગ્ગસ (ખોટા) વિઝા બનાવનારાઓનો ગઢ છે. નહેરુ પ્લેસમાં ડુપ્લિકેટ સોફ્ટવેર મળે છે. આ બધા પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. છેતરપિંડીની નવી નવી રીતોથી લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર ખોટી અસર પડી રહી છે.

શ્રી કરોલે કહ્યું કે, ચોરી એક વૈશ્વિક સમસ્યા છે. તેનાથી દેશની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચે છે. પરંતુ સંવિધાનથી તેની સુરક્ષા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, તેને માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવાની જરૂરત છે.

જ્યારે દિલ્હીના પૂર્વ લોકા આયુક્ત ન્યાયમૂર્તિ મનમોહન સરીને કહ્યું કે, ચોરી કરવા પર સખત કાર્યવાહી કરવાની જરૂરત છે. આ પ્રસંગે રૉ ના પૂર્વ ચીફ સંજીવ ત્રિપાઠી, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ નવીન ચાવલા, રક્ષા મંત્રાલયની સાઈબર લૉ વિશેષજ્ઞ ડૉ. કરનનિકા એ. શેઠ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:17 PM IST)