તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
લગ્નના ૮ દિવસમાં પોલીસ સ્ટેશન પહોંચી યુવતી : રડતા રડતા બોલી- મને છેતરી : મારો પતિ તો ચોથા ધોરણમાં નપાસ છે
મારા પિતાએ પણ આ હકીકત મારાથી છુપાવી હતી : જીવન બરબાદ થઈ ગયું છે : છૂટાછેડા કરવા છે

નોઈડા, તા.૨૮: ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતી એક યુવતી તેના લગ્નના ૮ દિવસ બાદ જ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસની મદદ માંગતા તેણે આરોપ લગાવ્યો કે તેનો પતિ ચોથા ધોરણમાં નપાસ છે. મારા પિતાએ પણ આ હકીકત મારાથી છુપાવી હતી. છોકરી પોતાની પીડા સમજાવતા રડવા લાગી. આ મામલો નોઈડાના લોની ગામનો છે, જ્યાં રહેતી યુવતીના લગ્ન ૧૮ સપ્ટેમ્બરે થયા હતા. નવપરિણીત દુલ્હન સેક્ટર-૩૯ના મહિલા પોલીસ સ્ટેશને પહોંચી અને મહિલા પોલીસકર્મીઓને AACP સાથે મુલાકાત કરાવવા વિનંતી કરવા લાગી. મહિલા પોલીસકર્મી તેને એસીપી સૌમ્યા સિંહ પાસે લઈ ગઈ. યુવતીએ એસીપી સામે જોર જોરથી રડતાં કહ્યું કે તેનું જીવન બરબાદ થઈ ગયું છે. ACPએ તેને સમગ્ર ઘટના વિસ્તારથી જણાવવાનું કહ્યું.
યુવતીએ જણાવ્યું કે તેના લગ્ન જુઠાણા પર આધારિત હતા. મારો પતિ ચોથા ધોરણમાં નપાસ છે. લગ્ન પહેલા વરરાજાની હકીકત છુપાવવામાં આવી હતી. સૌથી દુઃખની વાત એ છે કે મારા પિતા સત્ય જાણતા હતા, છતાં મારા લગ્ન કરાવ્યા. લગ્ન પછી જ્યારે હું મારા સાસરે પહોંચી તો ચાર દિવસ પછી મને ખબર પડી કે મારા પતિ ચાર ધોરણમાં નપાસ છે.
યુવતીએ એસીપીને કહ્યું કે તે હવે છૂટાછેડા કરવા માંગે છે. મારા પિતા અને સાસરિયાઓના જુઠ્ઠાણાથી મારું જીવન બરબાદ થઈ ગયું છે. હું આ લગ્નથી બિલકુલ ખુશ નથી. આ અંગે મહિલા પોલીસ સ્ટેશનના એસીપી સૌમ્યા સિંહે જણાવ્યું કે કેસની તપાસ ચાલી રહી છે. બંને પક્ષકારોને બોલાવીને સમાધાન કરવાના પ્રયત્ન શરૂ છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
