<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

લ્‍યો બોલો ! ભારતની આ છોકરીને ૬૦ લાખનો પગાર પણ ઓછો પડે છે !

છોકરી એક રૂમ માટે દર મહિને ૯૯ હજાર રૂપિયા ભાડું આપી રહી છે : તેણે ૬૦ લાખ વાર્ષિક પગાર ખૂબ ઓછો હોવાનું કહી રહી છે : કેનેડામાં રહેવા મહિને કેટલા રૂપિયા જોઇએ ?

ટોરેન્‍ટો, તા.૨૮: જો કોઈની સેલેરી ૬૦ લાખ રૂપિયા વાર્ષિક હોય તો તેની જિંદગી આલીશાન જ માનવામાં આવે. જોકે સોશિયલ મીડિયા પર એક એવી ભારતીય છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને આ સેલેરી પણ ઓછી લાગી રહી છે. તેનું કહેવું છે કે આટલા રૂપિયા કેનેડામાં રહેવા માટે પૂરતા નથી. વીડિયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર લોકો ધડાધડ કોમેન્‍ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક ભારતીય ટેક્રિશિયનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે જણાવ્‍યું કે, તે ટોરોન્‍ટોમાં એક રૂમવાળા ઘરમાં રહે છે, જેનું ભાડું ૯૯ હજાર રૂપિયા મહિને છે. આ વીડિયો પીયૂષ મોંગા નામના શખ્‍સે ર્ક્‍તીર્શ્રીશ્વક્કતણર્ૂીશ્રફૂ નામના ઈન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પરથી પોસ્‍ટ કર્યો, જેના પર યુઝર્સ ખૂબ જ કોમેન્‍ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ભારતીય છોકરી કહે છે કે, તેનો અનુભવ ૧૦ વર્ષથી વધારે છે અને તેમ છતાં પણ તે એક લાખ ડોલર કમાઈ શકે છે. ભારતીય કરન્‍સીમાં આ રકમ લગભગ ૬૦ લાખ રૂપિયા થાય છે, જ્‍યારે તેને પૂછવામાં આવ્‍યું કે શું તે આ સેલેરીમાં ખુશ છે, તો તે તાડૂકીને જવાબ આપતા કહે છે કે, ‘‘કયારેય નહીં.'' તેનું કહેવું છે કે હાલમાં ખર્ચના હિસાબથી તેને વધારે સેલેરી મળતી નથી. આટલી ઓછી સેલેરીમાં ટોરોન્‍ટોમાં રહેવું આસાન નથી.

આ પોસ્‍ટના કેપ્‍શનમાં લખ્‍યું છે કે, જ્‍યારે તેને પૂછવામાં આવ્‍યું કે શું તે પોતાની સેલેરીથી ખુશ છે, તો તેણે કહ્યું કે, ઙ્કટોરોન્‍ટોમાં રહેવા માટે ૯૫ હજાર ડોલરની સેલેરી પૂરતી નથી. તેણે કહ્યું કે, ‘૯૫ હજાર ડોલરની સેલેરી એકલા માટે પૂરતી છે, પણ તેનો દ્રષ્ટિકોણ એકદમ અલગ છે.' છોકરીનું કહેવું છે કે, તે લગભગ ત્રણ વર્ષ પહેલા કેનેડા આવી હતી, ત્‍યારથી લઈને અત્‍યાર સુધીમાં મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે, તે સમયે બટર ચાર ડોલરમાં મળતું હતું, જે હવે આઠ ડોલરમાં આવે છે. મોંઘવારી ખૂબ વધી ગઈ છે, જેના કારણે ખર્ચા કાઢવા અઘરું થઈ રહ્યું છે.

આ પોસ્‍ટ પર એક યુઝરે લખ્‍યું કે, મોટા ભાગના લોકો અહીં પાંચ વર્ષ પહેલા આવ્‍યા છે અને કહે છે કે, અહીં રહેવું મુશ્‍કેલ છે. મારા પેરેન્‍ટ્‍સ લગભગ ૩૦ વર્ષથી કેનેડામાં છે અને ૮૦ના દાયકામાં તેઓ પાંચ ડોલર પ્રતિ કલાકના હિસાબથી કામ કરતા હતા. તો વળી ૯૦ના દાયકામાં આ ચાર્જ ૬.૮૫ ડોલર પ્રતિ કલાક થઈ ગયો હતો. હવે તેઓ એકદમ સેટલ થઈ ચૂકયા છે. શોર્ટમાં કહીએ તો, આ એક જર્ની છે. ફક્‍ત પાંચ વર્ષમાં કેનેડામાં સેટ થઈ શકાય નહીં. બીજા યુઝર્સે લખ્‍યું કે, એક વ્‍યક્‍તિ માટે ૯૫ હજાર ડોલર પૂરતા છે. ટોરોન્‍ટોમાં આનાથી પણ ઓછા પૈસા લોકો કમાય છે. એક અન્‍ય યુઝર્સે લખ્‍યું કે, પરચેજિંગ પાવર મેટર કરે છે. ભારતના ૩૦ લાખ રૂપિયા અમેરિકા ફક્‍ત ૧.૨૫ લાખ રૂપિયા થઈ જાય છે. એક યુઝર્સે લખ્‍યું કે, અમુક લોકો પર વધારે જવાબદારી હોય શકે છે. બની શકે કે આ છોકરી પર લોન હોય, જેને તે ચૂકવી રહી હોય. અડધી કહાની પર કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. બાકી તમારું શું માનવું છે તે કોમેન્‍ટ કરીને અમને જણાવજો.

(10:59 AM IST)