<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

પેટ્રોલ-ડિઝલના ભાવ સ્‍થિર

નેશનલ ઓઇલ કંપનીઓ દ્વારા નવા દરો જાહેર કરાયા

નવી દિલ્‍હી,તા. ૨૮: દેશમાં નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. ત્‍યારે આજે ૨૮ સપ્‍ટેમ્‍બરના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહ્યા છે. જાણો દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ.

ભારતીય તેલ કંપનીઓ દ્વારા ઈન્‍ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ તેલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ કરવામાં આવે છે. જે બાદ લેટેસ્‍ટ ભાવ જારી કરવામાં આવે છે. ત્‍યારે આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહ્યા છે.

અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૪૪ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૦.૧૧ રૂપિયા પ્રતિ લિટર છે.

સુરતમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૩૧ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૦.૦૦ રૂપિયા પ્રતિ લિટર છે.

વડોદરામાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૦૯ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૯.૭૬ રૂપિયા પ્રતિ લિટર છે.

રાજકોટમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૨૨ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લિટર છે.

દિલ્‍હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૩.૪૪ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૯.૯૭ રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૦.૭૫ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૨.૩૪ રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૪.૯૫ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૧.૭૬ રૂપિયા પ્રતિ લિટર છે.

(2:26 PM IST)