<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને મુસાફરો માટે ભારતીય રેલવે તંત્ર દ્વારા અમદાવાદથી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

મુસાફરો 29 સપ્ટેમ્બરથી તહેવારોમાં ઘરે જવા માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં બુકિંગ કરાવી શકશે : ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે

નવી દિલ્હી તા.૨૮

 દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને મુસાફરો માટે ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ સમયે 6 હજારથી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જાણો અમદાવાદથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે 

તહેવારોમાં અમદાવાદથી ઉપડશે આ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા બિહાર જવા માટે અમદાવાદથી સાપ્તાહિક બે ટ્રેનો મુકવામાં આવી છે. અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. 

અમદાવાદ - દાનાપુર 09457 સ્પેશિયલ ટ્રેન: આ ટ્રેન 6 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી દોડશે. જે પ્રત્યેક રવિવારે અમદાવાદથી વહેલી સવારે 8.25 વાગ્યે ઉપડશે અને 25 તારીખે બપોરે 3 વાગ્યે દાનાપુર બિહાર પહોંચાડશે. 

દાનાપુર - અમદાવાદ 09458 સ્પેશિયલ ટ્રેન: આ ટ્રેન 7 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દોડશે. જે પ્રત્યેક સોમવારે દાનાપુરથી સાંજના 6.10 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 3 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

ક્યાં સ્ટેશને ઉભી રહેશે : આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાઓરા રાજગઢ, રુથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશન 

સાબરમતી - સીતામઢી 09421 સ્પેશિયલ ટ્રેન : આ ટ્રેન 5 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ચાલશે. જે પ્રત્યેક શનિવારે સાબરમતીથી સાંજે 7.10 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 8.30 વાગ્યા સીતામઢી પહોંચાડશે. 

સીતામઢી - સાબરમતી 09422 સ્પેશિયલ ટ્રેન : આ ટ્રેન 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે. જે પ્રત્યેક સોમવારે સીતામઢીથી સાંજના 4 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે વહેલી સવારે 6 વાગ્યે સાબરમતી પહોંચાડશે. 

ક્યાં સ્ટેશને ઉભી રહેશે : મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસ્વા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશન 

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ કેવી રીતે કરવું

મુસાફરો 29 સપ્ટેમ્બરથી તહેવારોમાં ઘરે જવા માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં બુકિંગ કરાવી શકશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેનના સમય અને સ્ટોપેજ સહિતની માહિતી તમે IRCTC ની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકો છો.

(2:50 PM IST)