<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

લગ્નની લાલચ આપીને રેપ : પરિણીત મહિલા કરી શકતી નથી આવો દાવો : બોમ્‍બે હાઇકોર્ટ

હાઇકોર્ટે રેપના આરોપીને જામીન આપતા કહ્યું કે કોઇ પણ પરિણીત મહિલા એવું કહી ન શકે કે લગ્નની લાલચ આપી તેના પર રેપ થયો છે

મુંબઇ, તા.૨૮: બોમ્‍બે હાઈકોર્ટે લગ્નની લાલચ આપીને બળાત્‍કારના કેસમાં મોટી ટિપ્‍પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે પરિણીત મહિલા કોઈ અન્‍ય વ્‍યક્‍તિ પર લગ્નના બહાને તેના પર બળાત્‍કારનો આરોપ લગાવી શકે નહીં. જસ્‍ટિસ મનીષ પીતાલેની સિંગલ જજની બેન્‍ચે બળાત્‍કાર કેસમાં ધરપકડ કરાયેલા પુણેના યુવકને જામીન આપતાં આ વાત કહી છે.

કોર્ટે કહ્યું કે, સૌ પ્રથમ, જ્‍યારે મહિલા પહેલેથી જ પરિણીત છે, ત્‍યારે તે દાવો કરી શકે નહીં કે લગ્નનું વચન આપીને કોઈ અન્‍ય વ્‍યક્‍તિએ તેની સાથે બળાત્‍કાર કર્યો.સ્ત્રીએ જાણવું જોઈએ કે તે લગ્ન કરી શકતી નથી. જો કોઈ કેસમાં આરોપી પરિણીત હોય તો પણ લગ્નના બહાને બળાત્‍કારનો આરોપ સાચો સાબિત થતો નથી.

તમને જણાવી દઈએ કે વિશાલ નાગનાથ શિંદે નામના વ્‍યક્‍તિ વિરુદ્ધ બળાત્‍કારનો કેસ નોંધવામાં આવ્‍યો હતો. તે પોતે પરિણીત છે. મહિલાનું કહેવું છે કે પહેલા તેઓ મિત્રો બન્‍યા અને પછી નાગનાથે લગ્નના બહાને તેની સાથે બળાત્‍કાર કર્યો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. કોર્ટે કહ્યું કે હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્‍યા નથી કે નાગનાથનો કોઈ વીડિયો છે.

શિંદેના વકીલે કોર્ટમાં કહ્યું કે તેઓ તપાસમાં સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. કોર્ટે શિંદેને આદેશ આપ્‍યો છે કે જ્‍યારે પોલીસ બોલાવશે ત્‍યારે તેણે પોલીસ સ્‍ટેશનમાં હાજર રહેવું પડશે. આ સિવાય તમારે તમારો મોબાઈલ ફોન ટેસ્‍ટિંગ માટે જમા કરાવવો પડશે. કોર્ટે કહ્યું કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આરોપીએ કોઈ વીડિયો સકર્યુલેટ કર્યો છે કે કેમ.

 

(3:04 PM IST)