<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

શેરબજારમાં રોકાણકારોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર 1.7 કરોડ રોકાણકાર સાથે ટોચના સ્થાને, તો ગુજરાત ત્રીજા સ્થાને

ટોચના પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળ દેશમાં કુલ રોકાણકારોના લગભગ અડધોઅડધ એટલે કે 48 ટકા હિસ્સેદારી ધરાવે છે

નવી દિલ્હી : શેરબજારમાં સૌથી વધારે રોકાણ કરવામાં આવી રહ્યું છે એટલે કે કયા રાજ્યના લોકો શેરબજારમાં સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે તે અંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ તાજેતરમાં એક રસપ્રદ અહેવાલ જાહેર કર્યો છે.
•    આ અહેવાલની માહિતી પ્રમાણે શેરબજારમાં રોકાણકારોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર 1.7 કરોડ રોકાણકાર સાથે મોખરાના સ્થાને છે, જે કુલ રોકાણકારના આધાર પૈકી 16.80 ટકા યોગદાન ધરાવે છે.
•    એપ્રિલ જ્યારે ઉત્તર પ્રદેશ 1.1 કરોડ રોકાણકાર સાથે બીજા ક્રમાંક પર છે, તે અગાઉ એપ્રિલ મહિનામાં 1 કરોડ રોકાણકાર ધરાવતું હતું. ઉત્તર પ્રદેશ વર્તમાન સમયમાં કુલ રોકાણકારોની દ્રષ્ટિએ 11.1 ટકા યોગદાન ધરાવે છે.
ગુજરાત આ યાદીમાં 88.5 લાખ રોકાણકારો સાથે ત્રીજા સ્થાને
•    આ ઉપરાંત ગુજરાત આ યાદીમાં 88.5 લાખ રોકાણકારો એટલે કે 8.7 ટકા હિસ્સેદારી સાથે ત્રીજા ક્રમાંક પર છે.
•    જ્યારે પશ્ચિમ બંગાળ 59 લાખ (5.8 ટકા) તથા રાજસ્થાન 57.8 લાખ (5.7 ટકા) સાથે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમાંક પર છે.
ટોચના પાંચ રાજ્યની 48 ટકા હિસ્સેદારી
•    સૌથી રસપ્રદ બાબત એ છે કે ટોચના પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળ દેશમાં કુલ રોકાણકારોના લગભગ અડધોઅડધ એટલે કે 48 ટકા હિસ્સેધારી ધરાવે છે.
•    અહેવાલ પ્રમાણે ઉત્તર અને પૂર્વ ભારતના પ્રાંતમાં છેલ્લા એક વર્ષમાં નવા રોકાણકારોની સંખ્યામાં સૌથી વધારે ઉછાળો આવ્યો છે.
રોકાણકારોની સંખ્યા 10 કરોડને પાર થઈ
•    ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારમાં નોંધાયેલ રોકાણકારોની કુલ સંખ્યા 10 કરોડને પાર થઈ ગઈ છે અને તે બાબત દર્શાવે છે કે ભારતીય લોકો વ્યાપક પ્રમાણમાં ઈક્વિટી માર્કેટ્ અને ખાસ કરીને ફાયનાન્શિયલ ઈન્સ્ટ્રુમેન્ટમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણ વધારી રહ્યા છે.

(7:08 PM IST)