<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

દ્વારકા પાસે ભયાનક અકસ્માત : ઘટના સ્થળે જ ૭ લોકોના મોત : ૧૬ને ગંભીર ઈજા :જુઓ વિડીયો

ગાય અને આખલાને બચાવવા જતાં બસના ડ્રાઇવરે કાવો મારતા બસ ડિવાઇડરને ટપી સામેથી આવતી ઇકો કાર અને સ્વિફ્ટ કાર તેમજ બાઇક સાથે અથડાતાં ઇકો અને સ્વિફ્ટમાં બેસેલા ૨ વ્યક્તિ અને બસમાં બેઠેલા ૫ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં : ૧૬ને ગંભીર ઈજા : ઘાયલોને દ્વારકા ,ખભાડિયા અને જામનગર ખેસેડયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પાસે ગમખ્વાર અકસ્માત બન્યો સાંજના સમયે એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ દ્વારકાથી જામનગર થઈ અમદાવાદ તરફ જતી હતી ત્યારે ફર્ન હોટલ પાસે રોડ પર બેઠેલા ગાય તથા આખલા પશુઅને બચાવવા ડ્રાઇવર એ કાવો મારતા આ બસ ડિવાઈડર ટપી સામેથી આવતી એક eeco કાર અને એક સ્વીફ્ટ કાર સાથે અથડાતા તથા એક બાઈક સાથે અથડાતા ઇકો અને સ્વીફ્ટ માં બેસેલા બે વ્યક્તિ અને બસમાં બેઠેલા પાંચ સહિત કુલ સાત વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા તથા સોળને ગંભીર ઈજા થઈ હતી બનાવની જાણ થતા દ્વારકા પ્રાંત અધિકારી તથા દ્વારકા પોલીસ ફાયર બ્રિગેડ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને દ્વારકા તથા ઇમરજન્સીમાં ખંભાળિયા તથા જામનગર મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી દ્વારકા રહેલા સાંસદ પૂનમબેન માડમ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા ધારાસભ્ય પબુભા માણેક તથા અગ્રણી વિજયભાઈ બુજળ અને રવિભાઈ બારાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને વ્યવસ્થા કરી હતી અકસ્માતમાં ગંભીર ઈજા થયેલા 16 વ્યક્તિઓ પૈકીને પણ કેટલાકની સ્થિતિ નાજુક ગણાવી રહી છે રસ્તા પર નેશનલ હાઇવે હોવા છતાં પણ રખડતા પશુઓ બેસતા અવારનવાર અકસ્માતો થતા હોય છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી નું નિભરતંત્ર કંઈ કરતું ન હોય એમની બેદરકારીથી આવો ગંભીર અકસ્માત સર્જાયો છે એક સાથે સાતના મૃત્યુથી દ્વારકા જિલ્લામાં ભારે શોક ની લાગણી છવાઈ છે તમામ પ્રવાસીઓ દ્વારકાથી જામનગર રાજકોટ અમદાવાદ તરફ જતા હતા

દ્વારકાના બરડીયા નજીક આવેલ પણ હોટલ ફન પાસે બસ ઇકો કાર અને સ્વીફ્ટ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઘટના સ્થળે મોત થયા છે ત્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતદેહો અને ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અગ્રણી પણ પહોંચ્યા છે.

તસવીરો :કિંજલ કારસરીયા જામનગર

(દીપેશ સામાણી દ્વારકા અને કૌશલ સવજાણી જામખંભાળિયા)

(9:16 PM IST)