તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
મહેબૂબા મુફ્તીએ નસરુલ્લાને શહીદનો દરજ્જો આપ્યોઃ આવતીકાલના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરાલ્લાહ ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા તેઓ માત્ર લેબનોનમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી લોકોમાંના એક ગણાતા

નવી દિલ્હીઃ હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરાલ્લાહ ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. તેઓ માત્ર લેબનોનમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી લોકોમાંના એક ગણાતા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીની તેમના નિધન પર પ્રતિક્રિયા સામે આવી છે. મહેબૂબાએ હસન નસરુલ્લાને X પર શહીદ ગણાવતા આવતીકાલના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.
શ્રીનગર વિશ્વના સૌથી મોટા બિન-સરકારી સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરાલ્લાહ ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. નસરુલ્લાના મોત પર પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેણે નસરુલ્લાને શહીદ ગણાવ્યા અને આવતીકાલ (રવિવાર)ના તમામ કાર્યક્રમો રદ કર્યા. આ સાથે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ આગા સૈયદ રૂહુલ્લા મેહદીએ પણ રવિવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
