<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

મધ્ય પ્રદેશના મૈહર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્‍માતઃ ડમ્‍પર પાછળ બસ ધૂસી જતા ૯ વ્‍યકિતએ જીવ ગુમાવ્‍યોઃ ર૩ લોકો ઇજાગ્રસ્‍ત

બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી આ દરમિયાન પથ્થરોથી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતીઃ હજુ છ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે

મૈહર : ટ્રાવેલ્સની સ્લીપર બસ શનિવારે રાત્રે 11 વાગ્યે પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી. નેશનલ હાઈવે 30 પર એક ટ્રક રોડની કિનારે ઉભી હતી. બસ સ્પીડમાં હતી ત્યારે બસ ટ્રક સાથે અથડાઈ હતી. સ્પીડ વધુ હોવાને કારણે બસની અડધી ચેસીસ અને બોડીના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. જેસીબી અને ગેસ કટરની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

બસની કેબિન અને આગળની સીટ પર બેઠેલા મુસાફરો અકસ્માતની ઝપેટમાં આવી ગયા હતા. છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મોડી રાત્રે એમ્બ્યુલન્સની મદદથી અન્ય મુસાફરોને તાકીદે અમરપાટણ અને મેહરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હવે મૃત્યુઆંક વધીને 9 થયો છે. આ અકસ્માતમાં 23 મુસાફરો ઘાયલ થયા છે. બે કલાકથી વધુ સમય સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.

મૈહરના પોલીસ અધિક્ષક સુધીર અગ્રવાલે કહ્યું કે એવી માહિતી છે કે આ બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી. જ્યારે આ બસ દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારની આગળ આવી ત્યારે તે પથ્થરોથી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અબસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 23 લોકો ઘાયલ થયા છે. એવી માહિતી છે કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોમાંથી વધુ ત્રણના મોત થયા છે.

(11:05 AM IST)