News of Sunday, 29th September 2024
હાશિમ સફીદીનને હવે હિઝબુલ્લાહની કમાન સોંપાઈ હસન નસરુલ્લાહની હત્યા બાદ નવા વડાની જાહેરાત

નવી દિલ્હી: હસન નસરુલ્લાહના પિતરાઈ ભાઈ હાશિમ સફીદીનને હવે હિઝબુલ્લાહની કમાન સોંપવામાં આવી છે. 1964 માં દક્ષિણ લેબનોનના દીર કાનોન એન નાહરમાં જન્મેલા, હાશિમ સફીદીન એક અગ્રણી લેબનાની શિયા મૌલવી અને હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાશિમ સફીદ્દીન ઈઝરાયેલના હુમલાથી બચી રહ્યો છે. તે હિઝબુલ્લાહની રાજકીય બાબતોનું ધ્યાન રાખે છે. તેઓ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા પણ છે. આ સિવાય તે જેહાદ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે, જે સંગઠનના સૈન્ય ઓપરેશનની યોજના બનાવે છે. હાશિમ કાળી પાઘડી પહેરે છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
