તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 29th September 2024
ખતરનાક ડેન્ગ્યુ સામે દેશી વૈક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ : સફળતા નિશ્ચિત

નવી દિલ્હી: દુનિયાના ૧૨૯ દેશોમાં ડેન્ગ્યુનો પ્રકોપ છે. ભારત તેમાં એવા ટૉપ-૩૦ દેશોમાં છે, જેમાં પ્રકોપ સૌથી વધુ છે. ડેન્ગ્યુથી બાળકોને માટે વધુ જોખમકારક છે. ડેન્ગ્યુ વાયરસ સામે સુરક્ષા મળવાની આશા વધી ગઈ છે. દેશના વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ દૂર કરવાને માટે સખત મહેનત કરી દેશી વૈક્સીન તૈયાર કરી લીધી છે.
સૌથી મોટી વાત એવી છે કે, વેક્સીનના ફેઝ-૧-૨ ની ટ્રાયલ ૨૦૧૮-૧૯ માં પાર પાડવામા આવી છે. જેમાં ધારણા મુજબની સફળતા મળતા, દેશમાં કુલ ૧૮ રાજ્યોમાં ૧૯ સેન્ટરો પર ફેઝ-૩ ની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે, જેમાં દિલ્હીમાં એક માત્ર સેન્ટર રામ મનોહર લુહિયા હોસ્પિટલને પસંદ કરવામાં આવી છે, જ્યાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. વેક્સિનની આ ટ્રાયલ ૧૦,૩૩૫ તંદુરસ્ત લોકો પર કરવામાં આવશે અને અન્ય દરેક સેન્ટરમાં ૫૪૫ લોકોને ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે. તેમાં ૭૦ ટકા લોકો ૧૮ થી ૪૫ વર્ષના અને ૩૦ ટકા લોકો ૪૫ વર્ષની વચ્ચેના લોકો હશે. આ ટ્રાયલમાં સફળતા મળતા બે વર્ષમાં વૈક્સીન માર્કેટમાં આવી જશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
