<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાતા BCCIની સોશિયલ મીડિયામાં ભારે મજાક: ભીના ક્રિકેટ ગ્રાઉન્ડને સુકવવા માટે ટાંચા સાધનો

કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું પરંતુ તેમ છતાં એક પણ બોલ ફેંકાયો ન હતો: ભીના ગ્રાઉન્ડને બે દિવસ સુધી સુકવી શકાયુ નહોતું: આ ઘટનાને લઈને ક્રિકેટ પ્રેમીઓ ભારે નારાજ

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટ મેચના બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંક્યા વિના રદ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની જ રમત રમી શકાઈ હતી. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની ખરાબ હાલતને કારણે પહેલા દિવસે વરસાદના કારણે ભીનું થયેલું મેદાન બે દિવસમાં પણ મેચ રમવા લાયક સુકુ થઈ શક્યું નહોતુ, જેના કારણે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાતા BCCIની સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડાડવામાં આવી રહી છે.

(9:27 PM IST)