<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

મરેલો જાહેર થયાના થોડા જ સમયમાં કોઈ વ્યક્તિ જીવતો થાય તો કેવી બીક લાગે? તેવો એક કિસ્સો બિહારમાં બન્યો

એક નસેડી પોસ્ટમોર્ટમ દરમિયાન ઊભો થઈને ટેબલ પર બેસી જતાં ડોક્ટરો ધબકારો ચૂકી ગયા: હકીકતમાં આ વ્યક્તિને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. થોડા કલાકો પછી તે અચાનક જીવતો થયો

પટના: બિહારમાં એક નસેડી પોસ્ટમોર્ટમ દરમિયાન ઊભો થઈને ટેબલ પર બેસી જતાં ડોક્ટરો ધબકારો ચૂકી ગયા હતા. હકીકતમાં આ વ્યક્તિને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. થોડા કલાકો પછી તે અચાનક જીવતો થયો. આ ઘટનાથી ડોકટરો અને પોલીસ કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

આ ઘટના બિહાર શરીફની સદર હોસ્પિટલમાં બની હતી. વ્યક્તિ બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડેલો હતો. બાથરૂમ અંદરથી બંધ હોવાથી હોસ્પિટલ સ્ટાફને લાગ્યું કે અંદર કોઈ છે. કંઇક અઘટિત થવાની આશંકાથી આરોગ્ય કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો એક વ્યક્તિ બાથરૂમના ફ્લોર પર બેભાન પડેલો હતો. પોલીસ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ તેની નાડી તપાસી અને તેને મૃત જાહેર કર્યો. ધીમે-ધીમે બાથરૂમમાંથી મૃતદેહ મળી આવવાના સમાચાર હોસ્પિટલમાં આગની જેમ ફેલાઈ ગયા, ત્યારબાદ લોકો તેને જોવા માટે ત્યાં એકઠા થઈ ગયા.

 

(9:53 PM IST)