<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ત્રણ ટયુશન ટીચરે અનેક વખત કર્યું સગીરાનું જાતીય શોષણ

મુંબઈમાં વધુ એક ચોંકાવનારો બળાત્‍કારનો કિસ્‍સો સામે આવ્‍યોઃ બેની ધરપકડ તો એક હજી ફરાર

મુંબઈ,તા. ૩૦: મુંબઈમાં વધુ એક ચોંકાવનારો બળાત્‍કારનો કિસ્‍સો સામે આવ્‍યો છે. મુંબઈમાં ત્રણ શિક્ષકો દ્વારા એક વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરવાનો આરોપ કરવામાં આવ્‍યો છે. આ મામલે મુંબઈ પોલીસે ત્રણ શિક્ષકોની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી ફરાર થઈ જતાં તેની શોધ લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે ૧૩ વર્ષની છોકરીનું તેના ત્રણ ટ્‍યુશન શિક્ષકો દ્વારા અનેક વખત જાતીય શોષણ આવ્‍યું હતું. આ અંગે ફરિયાદ બાદ તરત જ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જયારે એક આરોપી હાલ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી ગૌતમ, તરુણ રાજપુરોહિત અને સત્‍ય રાજે સગીરાનું યૌન શોષણ કરવાનની સાથે તેને અશ્‍લીલ તસવીરો અને વીડિયો પણ બતાવ્‍યા હતા. ગૌતમ અને તરુણ રાજપુરોહિતની ૨૮ સપ્‍ટેમ્‍બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને સોમવાર સુધી કસ્‍ટડીમાં રાખવામાં આવશે. સત્‍ય રાજની ધરપકડ માટેની તપાસ ચાલી રહી છે.

પીડિતાનું અનેક વખત આ નરાધમોએ જાતીય શોષણ કર્યું હતું. પીડિતાની માતા ફરિયાદ નોંધાવવા માટે શરૂઆતમાં આનાકાની કરતી હતી, પરંતુ કાઉન્‍સેલરે તેને સમજાવવી પડી હતી. અમે છોકરીનું નિવેદન નોંધ્‍યું છે. આરોપી તેને બેડરૂમની અંદર લઈ જતાં હતા અને તેને અયોગ્‍ય અને અશ્‍લીલ તસવીરો અને વીડિયો પણ બતાવતા હતા.ઙ્ઘ એમ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું. પોલીસના જણાવ્‍યા મુજબ, આરોપીએ તેના માતાપિતાના છૂટાછેડા અને ઘરમાં પુરૂષની હાજરીના અભાવને કારણે છોકરીની સંવેદનશીલ પરિસ્‍થિતિનો લાભ લઈને તેની સાથે ઘણી વખત આ કૃત્‍ય કર્યું હતું. આરોપીઓ પર પોક્‍સો એક્‍ટની કલમ ૩૫૪ (આક્રમક/ગુનાહિત બળ), ૩૭૬ (૨) (બળાત્‍કાર), ૩૭૭ (અકુદરતી સેક્‍સ) અને ૧૨, ૪, ૮ હેઠળ આરોપ મૂકવામાં આવ્‍યો છે અને હવે ધરપકડ કરાયેલા સહિત ફરાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવવાની છે.

(9:37 AM IST)