<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ત્રિપુરામાં ૨ દીકરાએ માતાને વળક્ષ પર બાંધી જીવતી બાળી નાખતાં ખળભળાટ

ઘોર કળિયુગ! પારિવારિક વિવાદને કારણે ઘટનાને અંજામ

ᅠઅગરતલા, તા.૩૦: પશ્‍ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ ૬૨ વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્‍યું કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્‍યું હોઈ શકે છે.

પોલીસે જણાવ્‍યું કે આ ઘટના શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ખમારબારીમાં બની હતી. આશરે દોઢ વર્ષ પહેલા પતિનું અવસાન થતાં મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે.

જીરનિયાના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી કમલ કળષ્‍ણ કોલોઈએ જણાવ્‍યું હતું કે, ઙ્કએક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી હતી. મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું કે અમે મહિલાના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી માટે ધરપકડ કરી છે.  આરોપી દીકરાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેને પોલીસ કસ્‍ટડીમાં મોકલવાની વિનંતી કરવામાં આવશે.

(10:03 AM IST)