<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

નેપાળમાં વરસાદ બાદ પૂર-ભૂસ્‍ખલનને કારણે તબાહી : ૧૭૦ના મોત : ૪૨ લોકો લાપતા

પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા ૩૨૨ મકાનો અને ૧૬ પુલોને નુકસાન થયું છે : ૪૦-૪૫ વર્ષમાં કાઠમંડુ ખીણમાં આટલું વિનાશક પૂર અને પાણીની તબાહી કયારેય જોઈ નથી

નવી દિલ્‍હી, તા.૩૦: ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્‍ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્‍યા ૧૭૦ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ૪૨ લોકો ગુમ થયાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્‍યું કે પૂર્વી અને મધ્‍ય નેપાળના મોટા ભાગો શુક્રવારથી ડૂબી ગયા છે અને દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે.

ગળહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર પૂર, ભૂસ્‍ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે ૪૨ લોકો ગુમ છે. ગળહ મંત્રાલયના પ્રવક્‍તા ઋષિરામ પોખરેલે જણાવ્‍યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૧૧ લોકો ઘાયલ થયા છે.

તેમણે કહ્યું કે તમામ સુરક્ષા એજન્‍સીઓની મદદથી સર્ચ અને રેસ્‍કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેપાળ સેનાએ દેશભરમાંથી ૧૬૨ લોકોને એરલિફ્‌ટ કર્યા છે. પોખરેલે જણાવ્‍યું હતું કે નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સશષા પોલીસ દળના જવાનો દ્વારા પૂર અને જળબંબાકારથી પ્રભાવિત ૪,૦૦૦ લોકોને બચાવવામાં આવ્‍યા છે.

અધિકારીઓએ જણાવ્‍યું કે બચાવી લેવામાં આવેલા લોકોને ખાદ્ય સામગ્રી સહિત તમામ જરૂરી રાહત સામગ્રી આપવામાં આવી છે. પ્રવક્‍તાએ કહ્યું કે કાઠમંડુની બહારના બલ્‍ખુ વિસ્‍તારમાં સામાજિક કાર્યકરોની મદદથી ૪૦૦ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

નેશનલ હાઈવે શનિવારથી બ્‍લોક થઈ ગયો છે, ભૂસ્‍ખલનને કારણે સેંકડો લોકો ઘણા હાઈવે પર ફસાયેલા છે. પૂર અને ભૂસ્‍ખલનને કારણે જ્‍યાં રસ્‍તાઓ અવરોધિત છે તે રાષ્‍ટ્રીય ધોરીમાર્ગોને ખાલી કરવાના પ્રયાસો ચાલુ છે. ગળહ મંત્રાલયના પ્રવક્‍તા પોખરેલે જણાવ્‍યું હતું કે કાઠમંડુને અન્‍ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્‍ય જમીન માર્ગ ત્રિભુવન હાઇવે પર પરિવહન ફરી શરૂ થયું છે.

પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા ૩૨૨ મકાનો અને ૧૬ પુલોને નુકસાન થયું છે. પ્રત્‍યક્ષદર્શીઓએ જણાવ્‍યું કે, તેઓએ ૪૦-૪૫ વર્ષમાં કાઠમંડુ ખીણમાં આટલું વિનાશક પૂર અને પાણીની તબાહી કયારેય જોઈ નથી. ઈન્‍ટરનેશનલ સેન્‍ટર ફોર ઈન્‍ટીગ્રેટેડ માઉન્‍ટેન ડેવલપમેન્‍ટ (ICIMOD)ના આબોહવા અને પર્યાવરણ નિષ્‍ણાત અરુણ ભક્‍ત શ્રેષ્ઠે જણાવ્‍યું હતું કે, મેં કાઠમંડુમાં આટલા પ્રમાણમાં પૂર પહેલાં કયારેય જોયા નથી.

એક ICIMOD અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે કાઠમંડુની મુખ્‍ય નદી, બાગમતી, શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્‍ય નેપાળના મોટાભાગના ભાગોમાં સતત વરસાદ પડ્‍યા બાદ ભયના સ્‍તરથી ઉપર વહી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્‍ટમ અને ચોમાસાની રેખા સામાન્‍ય કરતાં વધુ ઉત્તર તરફ હોવાના કારણે શનિવારના અસાધારણ ભારે વરસાદનું કારણ છે

વૈજ્ઞાનિકો કહે છે કે આબોહવા પરિવર્તન સમગ્ર એશિયામાં વરસાદની માત્રા અને સમયમાં ફેરફારનું કારણ બની રહ્યું છે, પરંતુ પૂરની વધતી અસરનું મુખ્‍ય કારણ પર્યાવરણ છે, જેમાં બિનઆયોજિત બાંધકામનો સમાવેશ થાય છે, ખાસ કરીને પૂરના મેદાનોમાં, જે પાણીની જાળવણી અને ડ્રેનેજ માટે અપૂરતો વિસ્‍તાર છોડી દે છે .

બિહારના ૧૩ જિલ્લાઓમાં ૧૬.૨૮ લાખથી વધુ લોકો પૂરના કારણે ખતરનાક પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ વિસ્‍તારના લોકો પહેલાથી જ વરસાદના કારણે પૂરનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે નદીના વહેણના કારણે તેઓ પણ જોખમના આરે આવી ગયા છે. એજન્‍સી અનુસાર, એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, સરકારે શનિવારે વાલ્‍મિકીનગર અને બીરપુર બેરેજમાંથી પાણી છોડ્‍યા પછી રાજ્‍યના ઉત્તર અને મધ્‍ય ભાગોમાં કોસી, ગંડક અને ગંગા જેવી ફુલેલી નદીઓ સાથે પૂરની ચેતવણી જારી કરી છે.

રાજ્‍યના જળ સંસાધન વિભાગ (WRD) એ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, નેપાળમાં ભારે વરસાદને કારણે શનિવારે ગંડક, કોશી, મહાનંદા વગેરે નદીઓમાં પાણીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્‍યના જળ સંસાધન વિભાગના મુખ્‍ય સચિવ સંતોષ કુમાર મલે જણાવ્‍યું હતું કે સાંજે ૭ વાગ્‍યા સુધી કોસી નદી પરના બીરપુર બેરેજમાંથી કુલ ૫.૭૯ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું, જે ૫૬ વર્ષમાં સૌથી વધુ છે. એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, પાળાની સુરક્ષા માટે તમામ સુરક્ષા પગલાં સુનિશ્‍ચિત કરવામાં આવી રહ્યા છે.

(10:18 AM IST)