તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૫

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિઃ- ૫ ‘‘ ભૃકુટિયોની વચ્ચે અવધાનને સ્થિર કરીને મનની સામે કરો. પછી સહશ્રાર સુધી રૂપને શ્વાસ-તત્વ સાથે પ્રાણ દ્વારા ભરવા દો. ત્યાં તે પ્રકાશની જેમ વરસશે''
પરંતુ એકગ્રા થવાની વિધિઓમાં સૌથી વધુ સરળ આ વિધી છે. શરીરના બીજા કોઇભાગમાં આટલી સરળતાથી તમે અવધાનને પ્રાપ્ત થઇ શકતા નથી. આ ગ્રંથિ અવધાનને પોતાનામાં સમાવવામાં કુશળ છે. જો તમે તેના ઉપર અવધાનને પોતાનામાં સમાવવામાં કુશળ છે. જો તમે એના ઉપર અવધાન આપશો તો તમારી બંને આંખો પોતાનામાં સમાવવામાં કુશળ છે. જો તમે એના ઉપર અવધાન આપશો તો તમારી બંને આંખો ત્રીજી આંખથી સંમોહિત થઇ જશે. તેઓ સ્થિર થઇ જશે, તે ત્યાંથી હલશે નહી. જો તમે શરીરના કોઇ બીજા ભાગ ઉપર અવધાન આપશો તો ત્યાં મુશ્કેલી થશે. તીસરી આંખ અવધાનને પકડી લે છે, અવધાનને ખેંચી લે છે. અવધાન માટે એ ચુંબક જેવું કામ કરે છે. એટલામાટે જગતભરની બધી વિધિઓમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવધાનને શિખવવામાં આ સરળ છે કારણ કે એમાં તમે જ ચેષ્ટા નથી કરતા પણ આ ગ્રંથિ પણ તમારી મદદ કરે છે. એ ચુંબકીય છે. તમારા અવધાનને એ બળપૂર્વક ખેંચી લે છે. તંત્રના પુરાણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે અવધાન તીસરી આંખનું ભોજન છે. તે ભુખી છે, જન્મોજન્મોથી ભુખી રહી છે. જયારે તમે એને અવધાન આપો છો તો તે જીવીત થઇ જાય છે. ત્યારે તેને ભોજન મળી ગયું છે અને જયારે જાણી લેશો કે અવધાન એનું ભોજન છે અને જાણી લેશો કે તમારા અવધાનને ચૂંબકની જેમ ખેંચી લે છે તો અવધાન મુશ્કેલ રહેતું નથી ફકત સાચા બિન્દુને જાણવાનું છે.
એટલા માટે આંખ બંધ કરી લો અને અવધાનને બન્ને આંખોની વચમાં ઘુમવા દો અને એ બિન્દુનો અનુભવ કરો. જયારે તમે એ બિન્દુના નજીક હશો ત્યારે અચાનક તમારી આંખો સ્થિર થઇ જશે અને જયારે એમને હલાવવું કઠણ થઇ જાય ત્યારે જાણો કે સાચુ બિન્દુ મળી ગયું. (પ.પ)
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
