તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
વઢવાણમાં ઘરફોડી કરનાર મધ્યપ્રદેશની ગેંગનો સાગ્રીત ઝડપાયોઃ ખેત મજુરીના બહાને રેકી કરતા'તા

વઢવાણ,તા.૩૦: શહેરના વિશ્વકર્મા ટાઉનશીપમાં રહેતા ભરત પરમારે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ઘરમાં કોઇ તસ્કરોએ તાળા તોડી રોકડા રૂપિયા અને ઘરેણાની ચોરી થઈ હતી.જયારે વઢવાણ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા.ચોરીના બનાવોની તપાસ કરતી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી.જેમાં એક અર્ટીકા કાર શંકાસ્પદ જણાતા તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો હતો, અને એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી ચોરી કરનાર ગેંગના આરોપી ભવાનસિંહ ભિશનસિંહ સિંગાડને અંતરિયાળ જંગલ વિસ્તાર માંથી ઝડપી લઈને પૂછપરછ કરતા આરોપીએ ચોરી અંગેની વિગતો આપી હતી. અને જણાવ્યું હતું કે ખેત મજૂરીના બહાને તેઓ આવતા હતા અને રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા.તેમજ ચોરીને અંજામ આપી મધ્યપ્રદેશ જંગલ વિસ્તારમાં છુપાઈ જતા હતા.પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૮ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને પોલીસે આરોપી ભવાનસિંહ સિગાડની ધરપકડ કરી રિમાન્ડ મેળવી ઘરફોડ ગેંગના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
