<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ

સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવશે : આ પુરસ્‍કાર ૮ ઓક્‍ટોબર, ૨૦૨૪ના રોજ ૭૦મા રાષ્‍ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે : ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છેઃ તેમની સિનેમેટિક જર્ની પેઢીઓને પ્રભાવિત કરે છે : કેન્‍દ્રીય મંત્રી

નવી દિલ્‍હી, તા.૩૦: સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવશે. આ પુરસ્‍કાર ૮ ઓક્‍ટોબર, ૨૦૨૪ના રોજ ૭૦મા રાષ્‍ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે. કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે અભિનેતાને આ સન્‍માન આપવાની જાહેરાત કરી છે.

કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે પ્‍લેટફોર્મ પર લખ્‍યું મિથુન દાની સિનેમેટિક સફરએ દરેક પેઢીને પ્રેરણા આપી છે. દાદાસાહેબ ફાળકે સિલેક્‍શન જ્‍યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્‍વપૂર્ણ યોગદાન માટે સન્‍માનિત કરવાનો નિર્ણય કર્યો છે તે જાહેર કરતા મને સન્‍માન મળે છે.

ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્‍મોમાં ડિસ્‍કો ડાન્‍સર, અગ્નિપથનો સમાવેશ થાય છે મિથુન ચક્રવર્તીએ હિન્‍દી, તમિલ અને બંગાળી સહિત ૩૫૦ ફિલ્‍મોમાં કામ કર્યું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૭૬માં આવેલી ફિલ્‍મ ‘મળગયા'થી કરી હતી. આ ફિલ્‍મમાં તેના સશક્‍ત અભિનય માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્‍ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર પણ મળ્‍યો હતો. આ પછી તેણે કયારેય પાછું વળીને જોયું નથી. ૧૯૮૨માં રિલીઝ થયેલી તેની ફિલ્‍મ ‘ડિસ્‍કો ડાન્‍સર'એ બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ તેની પહેલી ફિલ્‍મ છે, જેણે ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્‍મથી મિથુન સુપરસ્‍ટાર બની ગયો.

(10:59 AM IST)